ફાયર સેફ્ટી અને NOC ન હોય તેવી કોલેજોની ખેર નહીં, VNSGUએ લીધો મોટો નિર્ણય

PC: english.loktej.com

થોડા દિવસ અગાઉ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા કે એમ કહીએ તો કંઇ ખોટું નથી કે તંત્રની બેદરકારીના કારણે આ લોકોને ભોગ બનવું પડ્યું.  આટલા લોકોના ભોગ બાદ રાજ્યમાં તંત્રની ઊંઘ ઉડી છે. ફાયર NOC ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ફાયર સેફ્ટી અને ફાયર NOC ન હોય એવા ઘણી એકાઇઓ સીલ કરવામાં આવી છે.

સુરતમાં અત્યાર સુધી કુલ 7 ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરો સહિત કુલ 22 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે બીજી તરફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફાયર સેફ્ટી અને NOCને લઈને VNSGUએ તેની સાથે સંકળાયેલી કૉલેજોને આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, VNSGUની સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC હોવી આવશ્યક છે. જે કૉલેજોમાં ફાયર સેફ્ટી અને NOC નહીં હોય, એ કૉલેજોનું VNSGU સાથે જોડાણ કરવાની રદ્દ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

VNSGUએ તમામ સંલગ્ન કૉલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે VNSGU સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC હોવી જરૂરી છે. યુનિવર્સિટીની તપાસમાં ફાયર સેફ્ટી અને NOCના મામવે કોઈ પણ ખામી જણાશે, તો યુનિવર્સિટી દ્વારા કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. VNSGUના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે VNSGUએ સંલગ્ન 300 કૉલેજોને ફાયર સેફ્ટી અને NOC ની માહિતી આપવા પરિપત્ર જાહેર કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એ માહિતીને આધારે જે કૉલેજો પાસે ફાયર સેફ્ટીની NOC નહીં હોય, તે કૉલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. આવેલી માહિતીના આધારે અમારી ટેક્નિકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તેના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય લેવાશે. રાજ્ય સરકારે બધી કૉલેજોને પરિપત્ર જહેર કર્યા છે કે જે કૉલેજો ફાયર સેફ્ટીની NOC લેવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર જ એ કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ થશે. સરકારે એ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.  ચાવડાએ એમ પણ કહ્યું કે જો કૉલેજોનું યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું તો તેનાથી વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp