RTE હેઠળ બાળકોને અભ્યાસ કરાવતા ધનવાનોને પકડવા શિક્ષણ વિભાગ કરશે આ કામગીરી

PC: dnaindia.com

કેટલાક ધનવાન લોકો એવા હોય છે કે, જેમની પાસે કારમાં ફરવાના પૈસા હોય છે, મોટા બંગલા હોય છે પણ બાળકોને ભણાવવાના પૈસા હોતા નથી. આ કહેવાનું કારણ એ છે કે, પોતાના બાળકને ફ્રીમાં ભણાવવા માટે કેટલાક પૈસાવાળા લોકો ઓછી આવક દર્શાવીને તેમના બાળકનું RTE હેઠળ શાળાઓમાં એડમિશન કરાવે છે. કારણ કે, હવે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસના કારણે આવા ચાલાક અને ચાલબાજ વાલીઓની પોલ ખુલી જશે અને તેમના બાળકોના એડમિશન કેન્સલ કરવામાં આવશે.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદમાં વર્ષ 2019-20માં RTE હેઠળ 13,041 વિદ્યાર્થીઓને અલગ-અલગ શાળાઓમાં એડમિશન આપવામાં આવ્યું છે. આ 13,041 વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓના વાલી પૈસાદાર હોવાનું શિક્ષણ અધિકારીના ધ્યાને આવ્યું છે. એટલે હવે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પૈસાવાળા વિદ્યાર્થીઓને શોધીને તેમના વાલીની તપાસ કરવા માટેની સુચનાઓ આપી છે. તંત્ર શંકાસ્પદ વાલીઓની પાસબુકથી માંડીથી પાનકાર્ડ સુધીના ડોક્યુમેન્ટની તપાસ કરશે અને કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓ દ્બારા વિદ્યાર્થીઓના ઘરે જઈને પણ તપાસ કરવામાં આવશે.

શિક્ષણ અધિકારી દ્વારા બનાવવામાં આવેલી ટીમ વિદ્યાર્થીના ઘરે જઈને તેમના દસ્તાજોની તપાસ કરીને સગા-સંબંધી તેમજ પાડોશીઓની પણ પૂછપરછ કરશે અને ત્યારબાદ ક્રોસ વેરીફીકેશન કરશે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, શિક્ષણ વિભાગ કેટલા પૈસાદાર વાલીઓની પોલ છતી કરે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 90 જેટલા બાળકોના એડમિશન કેન્સલ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના સંચાલકો દ્વારા શાળામાં આવેલા RTEના ફોર્મને લઇને વાલીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંચાલકોને જાણવા મળ્યું હતું કે, શાળામાં RTE હેઠળ અરજી કરીને પોતાના બાળકને અભ્યાસ કરાવનારા એક વાલી મોટી ડેરીના માલિક હતા અને તેઓ બંગલા અને કારના માલિક હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp