કોરોનાથી સાજા થયા પછી કાર્તિકે ઈટલીથી ખરીદી 4.5 કરોડની શાનદાર કાર

PC: instagram.com

એક્ટર કાર્તિક આર્યન હાલમાં જ કોરોના નેગેટીવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. હવે કોરોનાથી રિકવર થતાની સાથે જ કાર્તિક કામ પર પાછો ફર્યો છે. આ વર્ષે કાર્તિક પાસે ઘણી બધી ફિલ્મો લાઈન અપ છે. કોરોનામાંથી સારા થતા જ કાર્તિક આર્યને કામ શરૂ કરવાની સાથે પોતાની નવી બ્લેક કલરની લેમ્બોર્ગિની કારની ખરીદી કરી હતી. કાર્તિકે પોતાની આ નવી કાર સાથે પોઝ પણ આપ્યા છે. આ દરમિયાન કાર્તિક એકદમ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by divs🐰🐾 (@proudkartikians)

કાર્તિકની આ કારની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 3.4 કરોડ રૂપિયાની આસપાસની છે. લેમ્બોર્ગિની કાર સાથેના તેના વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ કાર સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. કોરોના નેગેટીવ આવ્યા પછીની કાર્તિકની આ પહેલા પબ્લિક અપિરિયન્સ છે. આ પહેલા તે 22 માર્ચના રોજ બહાર જોવા મળ્યો હતો. છેલ્લા કાર્તિક લેકમી ફેશન વીકમાં રેમ્પવોક કરતો જોવા મળ્યો હતો. જેના પછી તેણે પોતે કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું સૌને જણાવ્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

લેકમી ફેશનવીકમાં તે મનીષ મલ્હોત્રાનો શો સ્ટોપર બન્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે ભૂલ ભૂલૈયા ફિલ્મની બીજી સિક્વલ પર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી પણ જોવા મળવાની છે. કાર્તિક-કિયારાની આ ફિલ્મ હોરર-કોમેડી જોનરની છે. હાલમાં બોલિવુડમાં પણ કોરોનાએ પગ પેસારો કરેલો જોવા મળે છે. કાર્તિક આર્યન પછી હવે અક્ષય કુાર, ભૂમિ પેડનેકર અને સચિન તેંડુલકર સિવાય અનેક કલાકારો કોરોનાની ચપેટમાં આવેલા જોવા મળ્યા છે. અક્ષય કુમારની ફિલ્મના સેટ પર 50 થી વધુ ક્રૂ મેમ્બર પણ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. આ સિવાય કાર્તિક ધમાકા નામની ફિલ્મમાં પણ જોવા મળવાનો છે, જેમાં તે એક જર્નાલિસ્ટના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું નાનકડું ટીઝર સૌને ઘણું પસંદ આવ્યું છે. જેમાં તેના પાત્રનું નામ અર્જુન પાઠક છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp