ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્માનો શૉ પનોતી છે-‘પઠાણ હિટ થયા બાદ એક્ટરે કરી ટ્વીટ

PC: khabarchhe.com

બોલિવુડ એક્ટર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ પોતાના નામે કરી રહી છે. ફિલ્મ ‘પઠાણ’નો ક્રેઝ શાહરુખ ખાનના ફેન્સના માથે ચડીને બોલી રહ્યો છે. 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મને સિનેમાઘરોમાં શાનદાર કમાણી કરતા આજે 12મો દિવસ થઇ ગયો છે. આ ફિલ્મ ઘરેલુ બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ આખી દુનિયામાં પણ ખૂબ સારું કલેક્શન કરી રહી છે. હાલના સમયમાં ફિલ્મ ‘પઠાણ’ લાઇમલાઇટમાં છવાયેલી છે.

ફિલ્મના સ્ટાર કાસ્ટે કોઇ પણ પ્લેટફોર્મ જઇને ફિલ્મનું પ્રમોશન કર્યું નથી અને ન તો મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા. તો બોલિવુડ એક્ટર કમાલ આર. ખાન (KRK)એ ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્માના શૉને પનોતી કહી દીધો છે. કમાલ આર. ખાને ટ્વીટ કરતા લખ્યું કે, ‘શાહરુખે ‘પઠાણ’ને કપિલ શર્માના શૉમાં પ્રમોટ કર્યો નથી અને ફિલ્મ સુપરહિટ રહી. કપિલ શર્માના શૉમાં ફિલ્મ કાશ્મીર ફાઇલ્સનું પ્રમોશન ન કર્યું અને ફિલ્મ સુપરહિટ રહી.

તો એ વાતના પુરાવા છે કે કપિલ શર્માનો કોમેડી શૉ ફિલ્મો માટે એક મોટો પનોતી છે. તેણે કહ્યું કે, આશા રાખું છું કે અન્ય કલાકાર પણ પનોતી શૉ પર પોતાની ફિલ્મોનો પ્રચાર કરવા નહીં જાય.’ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર શહરૂખ ખાનએ ટ્વીટર પર ASK SRK સેશન દરમિયાન એક ફેને કિંગ ખાનને એ સવાલ પૂછ્યો કે, ઘરેલુ પ્રમોશન વિના અને રીલિઝ અગાઉ કોઇ ઇન્ટરવ્યૂ નહીં છતા ‘પઠાણ’ એટલી રોર કેમ રહી?

આ સવાલ પર શાહરુખ ખાનએ કહ્યું કે, મેં વિચાર્યું શેર ઇન્ટરવ્યૂ કરતા નથી, તો આ વખત હું પણ નહીં કરું. બસ જંગલમાં આવીને જોઇ લો.’ ફિલ્મને રીલિઝ થવાના 11 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. ફિલ્મે 11 દિવસની કમાણી બાદ 400 કરોડ નેટ ક્લબમાં પ્રવેશ કરનારી પહેલી બોલિવુડ ફિલ્મ પણ બની ગઇ છે. શાહરુખ ખાન છેલ્લી વખત ફિલ્મ ‘ઝીરો’ના અનુષ્કા સાથે નજરે પડ્યો હતો. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહોતી. તો અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો પઠાણ બાદ શાહરુખ ખાન ફિલ્મ ‘જવાન’ અને ડંકી’માં નજરે પડવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp