BJP ચાંદની ચોક બેઠક પરથી આ જાણીતા અભિનેતાને ઉતારે તેવી સંભાવના

PC: dfordelhi.in

લોકસભા ચૂ્ંટણી બ્યુગલ વાગી ચૂંક્યું છે. રાજકીય પક્ષોનો સંગ્રામ શરૂ થઇ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જે બેઠકો પર ઉમેદવારોની જાહેરાત નથી કરવામાં આવી તે બેઠકો પર રોજ નવાં નવાં નામો સામે આવી રહ્યા છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર ચાંદની ચોક લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવી રહ્યો છે.

રાજકીય વર્તૂળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર BJPના ટોચના નેતૃત્વ સાથે સતત સંપર્કમાં છે. હાલના દિવસોમાં BJP અને PM મોદી સાથે અક્ષય કુમાર નજીક આવી રહ્યા હોવાની પણ ચર્ચા છે. PM મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, થોડો દમ લગાવો અને વોટિંગને એક સુપરહિટ કથા બનાવો. અક્ષય કુમારે આ ટ્વીટના ઉત્તરમાં લખ્યું હતું કે, વોટિંગને દેશ અને દેશવાસીઓ વચ્ચે એક સુપરહિટ પ્રેમકથા થવું જ પડશે. આ એક સાચા લોકતંત્રની નિશાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp