વધુ એક અભિનેત્રીનો આપઘાત, 15 દિવસમાં જ 3 અભિનેત્રીના મોત

PC: ndtv.com

બંગાળમાં ટીવીમાં નાના મોટા શોમાં કામ કરતી એક મોડલ અને અભિનેત્રીએ પોતાના જ ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો. છેલ્લાં 15 જ દિવસમાં એકટ્રેસના આપઘાતની આ ત્રીજી ઘટના છે. જાણવા મળેલી વિગત મુજબ તાજેતરમાં પોતાની ખાસ દોસ્તના મોતને કારણે આ મોડલ ડીપ્રેશનમાં આવી ગઇ હતી. જો કે હજુ સુધી આપઘાતનું સાચું કારણ સામે આવ્યું નથી, પણ પોલીસ તપાસ કરી રહી છે.


કોલકાતામાં આજે વધુ એક મોડલ અભિનેત્રીએ આત્મહત્યા કરી હતી.મંજુષા નિયોગીનો મૃતદેહ આજે તેના પટુલીના ઘરમાં લટકતો મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે મંજુષાના માતા-પિતા તેમની પુત્રીને સતત ફોન કરી રહ્યા હતા. પરંતુ કોઈ જવાબ ન મળતાં માતા-પિતા ચિંતિત થઈ ગયા અને પુત્રીના બેડરૂમમાં જોયું તો પુત્રીનો મૃતદેહ ફાંસો ખાઈને લટકતો હતો.

પલ્લવી ડે

કોલકાતામાં છેલ્લા 15 દિવસમાં ત્રણ અભિનેત્રીઓના મોત થયા છે. તેની શરૂઆત નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી પલ્લવી ડેના મૃત્યુથી થઈ હતી.15 મેના રોજ પલ્લવીની લાશ તેના ઘરમાં લટકતી મળી આવી હતી. પલ્લવીના પરિવારે હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને લિવ-ઈનમાં રહેતા પલ્લવીના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી.

વિદિશા ડે મજુમદાર

આ પછી મોડલ અને અભિનેત્રી વિદિશા ડે મજુમદારનો મૃતદેહ પણ બે દિવસ પહેલા ઉત્તર કોલકાતામાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ સુસાઈડ નોટ પણ લખી હતી અને મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા ન હતા.પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અભિનેત્રીના બોયફ્રેન્ડ સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે. વિદિશાના મિત્રોનું કહેવું છે કે અભિનેત્રી તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી. વિદિશાએ પોતાની સુસાઈડ નોટમાં પોતાને કેન્સર હોવાનું લખ્યું હતું. જે તેને હતું જ નહી.

મંજૂષા નિયોગી

હવે ત્રીજી અભિનેત્રી મંજૂષા નિયોગીએ આપઘાત કરી લીધો છે. મંજૂષાની માતાએ કહ્યુ હતુ કે બિદશા ડે મજુમદાર અને મંજૂષા ખાસ મિત્રો હતા. વિદિશાના આપઘાત પછી મંજૂષા ડીપ્રેશનમાં આવી ગઇ હતી, એટલે કદાચ આવું આત્યાંતિક પગલું ભર્યું હોય શકે છે. જો કે પોલીસ બધા એંગલ પર તપાસ કરી રહી છે.

મંજૂષા નિયોગી બંગાળના કાંચી ટીવી શોમાં નર્સના પાત્રમાં નજરે પડી હતી. તે હજુ પોતાની કેરિયર બનાવવા માટે મહેનત કરી રહી હતી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp