‘અનુપમા’ ફેઇમ એક્ટર નિતેશ પાંડેની દુનિયાને અલવિદા, 51 વર્ષની ઉંમરે એટેક આવ્યો

PC: tv9marathi.com

ટીવી ઇન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક શોકીંગ ન્યૂઝ સામે આવ્યા છે. બુધવારે સવારે જ એકટ્રેસ વૈભવી ઉપાધ્યાયના માર્ગ અકસ્માત મોતે બધાને ચોંકાવી દીધા હતા. હવે ‘અનુપમા’ સિરિયલથી જાણીતા દિગ્ગજ અભિનેતાએ દુનિયાને અલવિદા કરી દીધી છે. જાણીતા કલાકાર નિતેશ પાંડે હવે આપણી વચ્ચે નથી રહ્યા. માત્ર 51 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત થયું. મુંબઇ નજીક આવેલા ઇગતપુરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

નિતેશ પાંડેની વિદાયને કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ ભીની આંખો સાથે અભિનેતાને અંતિમ વિદાય આપી રહ્યા છે. તેમના માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે કે હસતો હસતો ચહેરો આજે તેમની વચ્ચે નથી. તેઓ છેલ્લા 25 વર્ષથી ભારતીય ટેલિવિઝનનો લોકપ્રિય ચહેરો હતા.

‘અનુપમા’ શો ના લીડ એકટર સુંધાશું પાંડેએ નિતેશની મોત પર દુખ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે સારું બોન્ડીંગ હતું. એમને હજુ નિતેશના મોત પર વિશ્વાસ નથી આવી રહ્યો. સુંધાશુએ કહ્યુ કે નિતેશ સાથે વેબ શોઝ, ફિલ્મો અને  OTT કન્ટેન્ટ પર ખુબ વાતો થતી હતી. થોડા સમય પહેલા જ બંનેની સેટ પર અંતિમ મુલાકાત થઇ હતી.

1990માં થિયેટરથી નિતેશે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.તેઓ અનેક હિંદી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં નિતેશે શાહરૂખ ખાનના આસિટન્ટ તરીકેની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બધાઇ હો, રંગૂન, હંટર, દબંગ-2, બાજી, મેરે યાર કરી શાદી હે, મદારી જેવી ફિલ્મોમાં નિતેશે પાત્ર ભજવ્યા હતા.

ટીવી શોની વાત કરીએ તો તેમણે સાયા, અસ્તિક્વ, એક પ્રેમ કહાની, હમ લડકીયા, ઇન્ડિયાવાલી મા, હીરો, ગાયબ મોડ ઓનમાં પોતાના ઉમદા કામથી બધાની દિલ જીતી લીધા હતા. નિતેશ પોતાના દમદાર અવાજથી પણ જાણીતા હતા. તેમનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ હતું જેનું નામ Dream castle productions હતું અને અહીં તો રેડિયો શો બનાવતા હતા.

ટીવીના પોપ્યુલર શો ‘અનુપમા’માં નિતેશે ધીરડ કપૂરની ભૂમિકા ભજવી હતી.આ શોમાં તેમણે અનુજના મિત્ર તરીકે એન્ટ્રી લીધી હતી. સીરિયલમાં હજુ પણ તેમનો રોલ ચાલુ હતો. પરંતુ કોને ખબર હશે કે તેમનો આ અંતિમ શો કહેવાશે.

નિતેશ પાંડેના લગ્ન 1998માં અશ્વિની કાલસેકરથી થઇ હતી, પરંતુ એ લગ્ન લાંબા ચાલ્યા નહોતો. 2002માં બંનેએ છુટાછેડા લઇ લીધા હતા. એ પછી નિતેશે ટી વી એકટ્રેસ અર્પિતા પાંડે સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત સેટ પર થઇ હતી. નિતેશને એક પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp