કે.એલ. રાહુલ સાથેના રિલેશન અંગે આથિયા શેટ્ટીએ કર્યો ખુલાસો, કહી આ વાત

PC: bollywoodbubble.com

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન લોકેશ રાહુલ અને બોલિવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી વચ્ચે ઊંડી મિત્રતા છે આ વાતની સાબિતી અત્યાર સુધી સ્પષ્ટપણે થઈ ન હતી, પણ જ્યારે લોકેશ રાહુલે આથિયા શેટ્ટીના જન્મદિવસે તેને ખાસ અંદાજમાં વિશ કરેલું ત્યાર પછી તેમની વચ્ચેના અફેરની અફવાએ જોર પકડ્યું છે.

 
 
 
View this post on Instagram

thankful, grateful & blessed 💗💫🙏🏼 .

A post shared by Athiya Shetty (@athiyashetty) on

Kl રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી, જેમાં તે આથિયા શેટ્ટી સાથે હસી રહ્યો છે અને એકબીજાને જોઈ રહ્યા છે. આ તસવીરને જોઈને એવું લાગે છે કે, જાણે બંનેની વચ્ચેના સંબંધ ખાસ અને ખૂબ જ સરસ છે. એટલું જ નહિ આ તસવીર બંને વચ્ચેના ખાસ સંબંધને થોડી હવા પણ આપે છે. એક તરફ જ્યાં રાહુલે આથિયાને જન્મદિવસની શુભેચ્છા આપી, તો આથિયા પણ રાહુલના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરતી રહે છે.

અફવા છે કે, 27 વર્ષનો Kl રાહુલ આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો છે. આ અંગે આથિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને લિંકઅપની ખબરોને કારણે કોઈ ફરક પડતો નથી. તમે મને આ મુદ્દે કોઈ પણ સવાલ કરશો તો હું તમને કોઈ જવાબ આપીશ નહિ. પણ મને એ વાતની ખબર છે કે, આ બધુ પૂછવું એ તમારું કામ છે.

 
 
 
View this post on Instagram

crazy lagdiii 🤪

A post shared by Athiya Shetty (@athiyashetty) on

તે કહે છે, મારા મતે આ મારી અંગત મેટર છે. તે પછી મિત્રતા હોય, સંબંધ હોય કે પછી પરિવાર. આ બધાને હું હંમેશા બચાવીને રાખવાની કોશિશ કરીશ. માટે હું ક્યારેય પણ આ વિશે વાત કરતી નથી.

 
 
 
View this post on Instagram

#वातावरण 😎🌸 @filmmotichoorchaknachoor . 📸: @debamitra_hasan

A post shared by Athiya Shetty (@athiyashetty) on

આથિયા છેલ્લે ફિલ્મ મુબારકામાં જોવા મળેલી. ત્યાર પછી હવે તે નવાઝુદ્દીન સાથે મોતીચૂર ચકનાચૂર ફિલ્મમાં જોવા મળશે. આથિયા આ ફિલ્મ દ્વારા 2 વર્ષ પછી મોટા પરદે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp