26th January selfie contest

ભારતી સિંહે જાહેર કર્યું શા માટે નથી બનવા માંગતી માતા, જુઓ વીડિયો

PC: zeenews.india.com

ટીવી ઈન્ડ્સ્ટ્રીની જાણાતી કોમેડી ક્વીન ભારતી સિંહ હંમેશા પોતાની વાતો અને પોતાની હરકતોથી દરેકના મોઢા પર સ્માઈલ લાવે છે. જોકે આ વખતે કંઈક એવું થયું છે કે ભારતી પોતે રડી પડી હતી અને પોતાની વાતોથી દરેકની આંખોમાં પાણી લાવી દીધું હતું. અસલમાં આજકાલ ભારતી તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે રિયાલીટી ડાન્સ શો ડાન્સ દિવાને 3ને હોસ્ટ કરતી જોવા મળે છે.

આ સમયે શોમાં સોનુ સુદ સ્પેશિયલ ચાલી રહ્યું છે. તે સિવાય નોરા ફતેહી પણ જજ તરીકે માધુરીની જગ્યાએ જોવા મળી રહી છે. આ વચ્ચે ભારતીએ જણાવ્યું હતું કે શા માટે તે માતા બનવા નથી ઈચ્છતી. આ દરમિયાન ભારતી સહિત ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની હતી. અસલમાં આ બધુ ત્યારે થયું જ્યારે શનિવારના એપિસોડમાં એક કન્ટેસ્ટન્ટે પોતાના ડાન્સ દ્વારા સૌના દિલને અડી જનારી એક સાચી ઘટના પર ડાન્સ કર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

પરફોર્મન્સમાં દેખાડવામાં આવે છે કે એક મહિલા માતા બનવાને લીધે ઘણી ખુશ છે અને પોતાની બાળકી સાથે ઘણો સારો સમય વીતાવી રહેલી દેખાય છે પરંતુ આ કોરોના મહામારીની બીજી લહેરમાં તેની 2 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવે છે, જેને ડોક્ટરોની લાખ કોશિશ કરવા છત્તાં બચાવવામાં આવી શકાતી નથી. આ પરફોર્મન્સ પછી દરેકની આંખો ભીની જોવા મળી હતી. એક માતા માટે પોતાની બે મહિનાના બાળકીને ખોવું ઘણું દુખદાયક હોય છે કારણ કે નવ મહિના પેટમાં પાળીને જેને મોટી કરવાના અરમાન જોયા હોય તે અચાનક આવી રીતે છોડીને જતી રહે તેની કલ્પના કરવી પણ અશ્કય છે.

આ ડાન્સ પરફોર્મન્સ પછી ભારતી પણ ઘણી ઈમોશનલ થયેલી જોવા મળી હતી અને તેણે કહ્યું હતું કે પોતાના બાળકને અત્યારના હાલતમાં કંઈક થઈ જશે તેની બીકમાં જ તે અને હર્ષ અત્યારે બેબી લાવવા નથી ઈચ્છતા. આ સિવાય મેં મારી માતાને પણ કોરોના સામે લડતા જોઈ છે આથી મારું દિલ જ બેસી જાય છે આથી હું માતા બનવા નથી ઈચ્છતી. ડાન્સ દિવાને એક રિયાલીટી ડાન્સ શો છે જેની આ 3જી સીઝન ચાલી રહી છે. આ શોમાં કોઈ પણ ઉંમેરના કન્ટેસ્ટન્ટ ભાગ લઈ શકે છે. શોના જજ તરીકે માધુરી દીક્ષિત અને ધર્મેશ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp