26th January selfie contest

બિગ બોસ વિનર રૂબીના દિલૈક જીતેલા પૈસાથી કરશે આ કામ, જાણો કેટલા લાખ રૂપિયા જીતી

PC: instagram.com

જાણીતો રિયાલીટી શઓ બિગ બોસનું રવિવારે ફાઈનલ હતું, જેમાં જાણીતી ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક વિનર બની હતી. સીઝન 14ની ટ્રોફી સાથે રૂબીના 36 લાખ રૂપિયાની પ્રાઈઝ મની પણ જીતી છે. 140 દિવસ સુધી ચાલેલા આ શોમાં રૂબીનાની સાથે ફાઈનલમાં પહોંચેલો રાહુલ વૈદ્ય શોનો રનર અપ બન્યો હતો. શોના વિનર બન્યા પછી મીડિયા સાથે વાતચીત કરતા રૂબીનાએ કહ્યું હતું કે તેના માટે ઘણી ખુશીની વાત છે અને પોતે જીતેલી રકમમાંથી તે કેટલાંક પૈસા પોતાના ગામના લોકો માટે વાપરશે.

તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે હું શિમલાની રહેનારી છું અને જીતેલા પૈસામાંથી અમુક પૈસાથી હું મારા ગામમાં પાક્કો રોડ બનાવવા ઈચ્છું છું. મારી માતાએ હંમેશા મને શીખવાડ્યું છે કે તમે જે પણ પૈસા કમાઓ તેમાંથી થોડોક ભાગ સમાજ અને પોતાના લોકોને આપવો જોઈએ. હું હંમેશા મારી માતાની આ વાતને ફોલો કરું છું. મારી ઈચ્છા હતી કે હું મારા ગામના લોકો માટે એક પાક્કો રસ્તો અને ઈલક્ટ્રીસિટીનું એક માધ્યમ બનાવડાવું. છેલ્લા કેટલાંક વર્ષોથી હું મારા ગામમાં રહું છું. મને ખાતરી છે કે ત્યાંના લોકો માટે હું જરૂરથી કંઈક કામ કરીશ.

 
 
 
View this post on Instagram

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

જ્યારે સલમાન ખાને મારું નામ વિજેતા તરીકે જાહેર કર્યું તો મને વિશ્વાસ નહોંતો થઈ રહ્યો. મેં તેમની પાસે બે વખત કન્ફર્મ કરાવ્યું ત્યારે જઈને મને વિશ્વાસ આવ્યો હતો. તે વખતે હું થોડી પણ નર્વસ નહોંતી પરંતુ સંતુષ્ટ હતી કે મેં 140 દિવસનો સફર ઘણી સારી રીતે કાપ્યો છે. મેં બિગ બોસ શોને ક્યારેય ફોલો નથી કર્યો. હું એ પણ નહોંતી જાણતી કે શોનું પેટર્ન શું હોય છે. જ્યારે તેમાં ભાગ લીધો તો ઈચ્છા જરૂર હતી કે ફાઈનલ સુધી પહોંચું. મારા જીત માટે હું મારા ફેન્સની ઘણી આભારી છું જેમણે મને લાખોની સંખ્યામાં વોટ્સ મોકલ્યા હતા.

શો અંગે વાત કરતા રૂબીનાએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે મને શો ઓફર કરવામાં આવ્યો તો મને સહેજ પણ વિશ્વાસ ન હતો કે હું આ ખેલમાં શું કરીશ. પરંતુ મને મારી ઈમાનદારી પર વિશ્વાસ હતો અને તેના હિસાબે જ હું આજે આ ટ્રોફી જીતી છું. મારી જીત પાછળ મારા પતિનો ઘણો મોટો હાથ છે. તેણે મને દરેક વખતે સપોર્ટ કર્યો છે. આ શોને કારણે અમારો સંબંધ નવેસરથી શરૂ થયો છે અને તેના માટે હું બિગ બોસની આભારી છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp