બોલિવૂડના ટોચના કલાકારોએ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, રણવીર સિંહે લીધી સેલ્ફી

PC: zeenews.com

આજે ગુરુવારે બોલિવૂડના રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવણ અને રાજકુમાર રાવ સહિત ટોચના સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડાક સપ્તાહ પહેલાજ બોલિવૂડના નિર્માતાઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને લઈને જે સમસ્યાઓ છે તેના વિશે ચર્ચા પણ કરી હતી. તેમજ આ મીટિંગ પછી કેન્દ્ર સરકારે ફિલ્મની ટિકિટ પર જીએસટી દરમાં ઘટાડો કર્યો છે.

ત્યારે આજે ફરીથી બોલિવૂડના સ્ટાર્સ વડાપ્રધાન સાથે મિટિંગ કરી હતી. જો કે આ મીટિંગ કેમ રાખવામાં આવી હતી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે સ્ટાર્સ લોકોએ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી અને મોદીએ પોતાના ટ્વીટર પર ફોટો પોસ્ટ કર્યો છે જેમાં રણવિર સિંહ સેલ્ફી લઈ રહ્યો છે.

 સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ફિલ્મ નિર્માતા કરણ જોહરે આ બેઠકનું આયોજન કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડેલિગેશનમાં નિર્દેશક અને કલાકારોનો સમાવેશ થાય છે. વડા પ્રધાનને મળવા પહોંચેલા બોલિવૂડના દિગ્દર્શક અને કલાકારોમાં રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ, આયુષમાન ખુરાના, ભૂમિ પેડનેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હતા.

મળતી માહિતી પ્રમાણે, બોલિવૂડના ટોચના ફિલ્મમેકર કરણ જોહર દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ પ્રતિનિધિમંડળમાં નર્દેશકો અને કલાકારો પણ સામેલ થાય છે. તેમજ બોલિવૂડના ડિરેક્ટર રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ, આયુષમાન ખુરાના, ભૂમિ પેડનેકર, અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના ઘણા સ્ટાર્સ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન સાથે 19 ડિસેમ્બરના રોજ બેઠક થઈ હતી ત્યારે એવી વાતો વહેતી થઈ હતી કે આ બેઠકમાં એક પણ મહિલા પ્રતિનિઘિ નથી. જેને લઈને આ વખતે આલિયા ભટ્ટ અને ભૂમિ પેડનેકર પણ આ મિટિંગમાં સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp