સલમાનની ફિલ્મ ‘રેડી’માં ‘છોટે અમર ચૌધરી’નો રોલ કરનાર 27 વર્ષીય એક્ટરનું નિધન

PC: news18.com

જાણીતા કોમેડિયન અને બોલિવુડ અભિનેતા મોહિત બઘેલનું 27 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે નાની ઉંમરે કેંસર જેવી મોટી બીમારીથી જંગ લડી રહ્યો હતો. ઘણી મહેનતથી મોહિતે નાના પરદે અને મોટા પરદે પોતાની આગવી ઓળખ બનાવી હતી. નાના પરદે કોમેડી શોમાં સફળતા હાંસલ કર્યા પછી મોહિત બોલિવુડ તરફ વળ્યો હતો. સલમાન ખાન અને અસિનની સાથે પણ મોહિતે કામ કર્યું હતું. તેણે ફિલ્મ ‘રેડી’માં છોટે અમર ચૌધરીનું પાત્ર ભજવ્યું હતું. મોહિત બઘેલના નિધનથી બ્રજવાસીઓમાં શોકનો માહોલ છે.

લોકડાઉનમાં સારવાર ન મળવાની ચર્ચા વધારે

ઉત્તર પ્રદેશના નાના શહેર મથુરાથી નીકળી માયાનગરી મુંબઈમાં પોતાની પ્રતિભાથી નામ બનાવનાર હાસ્ય કલાકાર મોહિત બઘેલનું મોત કેંસરથી થયું છે. તેના નિધનથી શહેર દુઃખી છે. માત્ર 27 વર્ષની ઉંમરમાં જિંદગી સામે જંગ હારનારા કલાકારના નિધનથી શહેરમાં ખાસ્સી ચર્ચા ચાલી રહી છે કે કોરોના વાયરસને લીધે લાગૂ લોકડાઉનમાં મોહિતને યોગ્ય સારવાર ન મળી. કેંસર પીડિત મોહિતની સારવાર નોઇડાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. પણ થોડા દિવસ પહેલા જ મોહિત મધુરા સ્થિતિ તેના ઘર પર શીફ્ટ થયો હતો.

હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને દાખલ કરવાની ના પાડી

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની સાથે ફિલ્મ રેડીમાં પોતાના દમદાર અભિનય દ્વારા લોકોનું દિલ જીતનારા મોહિતના એકાએક નિધનથી પરિવાર, તેના મિત્રો અને ફિલ્મ જગતના લોકો હેરાન છે. કહેવામાં આવી રહ્યું છે તે મોહિત પાછલા ઘણાં સમયથી કેંસરની બીમારી સામે જંગ લડી રહ્યો હતો. નોઇડાની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. હાલમાં તે મથુરામાં પોતાના ઘરે હતા.

આજે સવારે અચાનક તેની તબિયત ખરાબ થતા તેને નયતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને દાખલ કરવાની ના પાડી દેવામાં આવી. મોહિતના પરિવારના સભ્યોનો આરોપ છે કે, જો નયતિ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મળી જતે તો કદાચ મોહિત જિંદગીની જંગ ન હારતે. મોહિતના નિધનથી તેના મિત્રો ખૂબ જ દુઃખી છે. જેણે આટલી નાની ઉંમરે નામના મેળવી હતી, એક મિસાલ કાયમ કરી તે હવે માત્ર તેનું નામ છોડી જતો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp