'ધડક' ફિલ્મે આલિયા-વરુણની ફિલ્મનો રૅકોર્ડ તોડ્યો

PC: news18.com

શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરની પહેલી બોલિવુડ ફિલ્મ ‘ધડક’એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે સારી શરૂઆત કરી છે. જ્હાન્વીની પહેલી ફિલ્મ હોવાને કારણે દર્શકોને તેના પર ઘણી આશા હતી અને ફિલ્મ ક્રિટિક્ટના રિવ્યૂને ધ્યાનમાં લઈએ તો ઇશાન અને જ્હાન્વી બંનેએ પોતાની એક્ટિંગથી ઓડિયન્સને ખુશ કરી છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મનો રૅકોર્ડ ‘ધડક’ ફિલ્મે પહેલા દિવસે જ તોડી નાખ્યો છે.

વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ એ પહેલા દિવસે 8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે જ્હાન્વી-ઇશાનની ‘ધડક’ ફિલ્મે પહેલા દિવસે 8.71 કરોડની કમાણી કરીને કરણ જોહરની ફિલ્મને પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં કોઈ ન્યૂકમર માટે પહેલી ફિલ્મ દ્વારા કરવામાં આવેલું આ અત્યારસુધીનું સૌથી સારું કલેક્શન છે. ફિલ્મને શશાંક ખેતાનના શાનદાર નિર્દેશનનો ફાયદો પણ મળ્યો છે.

Movie Review: જાણો કેવી છે ઇશાન-જ્હાન્વીની 'ધડક'

2016ની સુપરહિટ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની હિન્દી રિમેક ‘ધડક’ આજે દુનિયાભરના થિએટરોમાં રીલિઝ થઈ ગઈ છે. ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર શશાંક ખૈતાને આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે, જેમાં ઇશાન ખટ્ટર અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મના રિવ્યૂની વાત કરીએ તો ફિલ્મને ફિલ્મ ક્રિટિક્સ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

વિવિધ ન્યૂઝ વેબસાઈટ દ્વારા ફિલ્મને આપવામાં આવેલા વિવિધ સ્ટાર

બોલિવુડ લાઇફઃ 4 સ્ટાર

આજતકઃ 3 સ્ટાર

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2.5 સ્ટાર

NDTV: 2 સ્ટાર

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાઃ 3.5 સ્ટાર

Scroll.in: 3 સ્ટાર

ફિલ્મનું ટ્રેલરઃ

ફિલ્મનું નામઃ ધડક

ડિરેક્ટરઃ શશાંક ખૈતાન

મ્યૂઝીક ડિરેક્ટરઃ અજય-અતુલ

કાસ્ટઃ ઈશાન ખટ્ટર, જ્હાન્વી કપૂર, આશુતોષ રાણા 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp