ધૂમના ડિરેક્ટર સંજય ગઢવીનું 57 વર્ષની વયે નિધન, હાર્ટ એટેકથી થયું નિધન

PC: timesnownews.com

જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધૂમ’ના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2004માં આવેલી આ ફિલ્મને શાનદાર સ્ટાઈલ અને સ્વેગ આપનાર, ફિલ્મના ડિરેક્ટર સંજય ગઢવીનું નિધન થઈ ગયું છે. રવિવારે સવારે તેમણે મુંબઇમાં છેલ્લા શ્વાસ લીધા. તેમની ઉંમર 57 વર્ષની હતી. સંજયે ધૂમની સિક્વલ ‘ધૂમ 2’ પણ ડિરેક્ટ કરી હતી, જેમાં લીડ રોલ રિતિક રોશને નિભાવ્યો હતો. સંજય ગઢવીએ જે પ્રકારે ‘ધૂમ’ને પોતાના દૌરની સૌથી સ્ટાઇલિશ ફિલ્મ બનાવી હતી, તેના માટે સિનેમા ફેન્સ આજે પણ તેમને ખૂબ યાદ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંજય ગઢવીનું નિધન હાર્ટ એટેકથી થયું છે. સંજયે ફિલ્મ ડિરેક્ટર તરીકે પોતાનું ડેબ્યૂ વર્ષ 2000માં આવેલી એક નાનકડી ફિલ્મ ‘તેરે લીયે’થી કર્યું હતું, પરંતુ તેમની આ ફિલ્મને કંઇ ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો અને આ બોક્સ ઓફિસ પર પણ ફ્લોપ રહી હતી. સંજય ગઢવીની બીજી ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ (2000) હતી. ઉદય ચોપડા, જિમી શેરગિલ અને ટ્યૂલિપ જોશી અભિનીત આ ફિલ્મથી સંજયે સફળતાનો સ્વાદ ચાખ્યો. ત્યારબાદ વર્ષ 2004માં જ્યારે તેઓ ‘ધૂમ’ લઈને આવ્યા, તો તેમને મોટી ઓળખ મળી.

‘ધૂમ’ એ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંથી એક તો હતી જ, પરંતુ તેને પોતાના દૌરની સૌથી સ્ટાલિસ ફિલ્મોમાં ગણતરી કરવામાં આવે છે. આ સફળતાને ‘ધૂમ 2’થી સંજય એક પગલું વધુ આગળ લઈ ગયા. આ વખત ફિલ્મના લીડ હીરો રિતિક રોશન હતો. જ્યાં પહેલી ફિલ્મમાં સંજયે જનતાને રેસિંગ બાઈક્સનો ક્રેઝ અને જોન અબ્રાહમની સ્ટાઈલ આપી. તો ‘ધૂમ 2’માં સ્વેગ ભરેલા અંદાજમાં ચોરીઓ કરતા રિતિક રોશને જનતાના દિલ. ધૂમ ફ્રેન્ચાઇઝી બાદ સંજયે ઈમરાન ખાન, સંજય દત્ત અને મનીષા લાંબાની ફિલ્મ ‘કિડનેપ’ના ડિરેક્ટ કરી.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી અને ફ્લોપ થઈ ગઈ. ત્યારબાદ તેમણે જેકી ભગનાની અને અર્જૂન રામપાલ અભિનીત ‘અજબ ગજબ લવ’ (વર્ષ 2012) પણ ડિરેક્ટ કરી, પરંતુ આ ફિલ્મ પણ સફળ ન રહી. તેમની ફિલ્મ વર્ષ 2020માં આવેલી OTT રીલિઝ ‘ઓપટેશન પરીન્દે’ હતી. અમિત સાધની લીડ રોલવાળી આ ફિલ્મને અત્યારે વધારે સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. વર્ષ 2012માં એક ઇન્ટરવ્યૂ આપતા સંજયે કહ્યું હતું કે, ‘તેઓ દરેક પ્રકારની ફિલ્મ કરવા માગે છે અને ધૂમ ફ્રેન્ચાઇઝીથી નીકળીને કંઈક બીજું ટ્રાઇ કરવા માગે છે, પરંતુ કંઈક અલગ ટ્રાઇ કરવાનો આ ફોર્મ્યૂલા સંજય માટે સારા પરિણામ ન લાવ્યા.

જો કે, આ વર્ષે ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી શાનદાર એક્શન ફિલ્મોની સફળતા વચ્ચે, સિનેમા ફેન્સ સોશિયલ મીડિયા પર સંજયને યાદ કરી રહ્યા હતા. પહેલી બે ‘ધૂમ’ ફિલ્મોની સફળતામાં એ સ્ટાઇલિશ અંદાજનો મોટું યોગદાન હતું. જે ડિરેક્ટર તરીકે સંજય ગઢવીએ ફિલ્મોને આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp