સુરતમાં જર્મન ડોમમાં ફિનિક્સ સર્કસ, 45 કલાકારો

PC: Khabarchhe.com

સુરત: હાલની ઠંડીમાં ફિનિક્સ સર્કસે ડુમસ રોડ પર આવેલ VR MALLની સામે આવેલ વિશાળ પાર્કિંગની સગવડવાળા ભારતના સોથી મોટા જર્મન ડોમમાં યોજાયેલ ફિનિક્સ સર્કસે 2 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષના ઉમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. હજુ 10 દિવસ દક્ષિણ ગુજરાતના લોકોઆ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે. આ ફિનિક્સ સર્કસ સોમવારથી શુક્રવાર સુધી સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગે બે શો યોજાય છે, અને શનિવાર તથા રવિવારે તેમજ જાહેર રજાના દિવસો 3 શો, જેમાં 3:30, 6:30 અને રાત્રે 9:30 વાગેનો શો યોજાય છે જે સુરતીઓનું મનોરંજન કરે છે.

ફિનિક્સ સર્કસના સંસ્થાપક મધુભાઈ બલરે જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષોથી જાદુગર, સર્કસ, મેળા જેવા મનોરંજનથી જોડાયેલા છે. ભારત દેશમાં આશરે સર્કસના 15,000 જેટલા કલાકારોને ફરી એકવાર લોકોની વચ્ચે આવવાનો મોકો મળે તે હેતુથી સર્કસ પાછું લોકોની વચ્ચે લાવવાનું શરૂ કર્યું છે.

આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈએ જણાવ્યું હતું કે ફિનિક્સ સર્કસનું આયોજન સુરત શહેરમાં 20 વર્ષ પછી આ ભવ્ય જર્મન ડોમની સાથે આયોજન થયું છે જેની અંદર કુલ 45 કલાકારો સુરતીઓનું મનોરંજન કરશે આ કલાકારો ગુજરાત, ઉતરાંચલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મુંબઈ, દિલ્હી, કેરળ, બેંગાલ, મણીપુર તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઉચોપિયાથી આવ્યા છે, જેમાં 17 મહિલા અને 28 જેટલા પુરુષ આર્ટિસ્ટોનું સમાવેશ થાય છે.

આર્ટ ઇન્ડિયા ગ્રુપના મહેન્દ્રભાઈ શાહએ વધુ જણાવ્યું કે ખાસ કરીને અમદાવાદથી કારીગરો બોલાવીને આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ એક એવું ડોમ જેને આગ, વરસાદ, ઠંડી કે ગરમીની કોઈ અસર થતી નથી જેથી કલાકારો- દર્શકોને કોઈ હાલાકીનો સામનો નહીં કરવો પડે છે. સાથે તમામ પ્રકારની ફાયર સેફટીનો પણ ધ્યાન આપવામાં આવે છે. આ ડોમ 200 × 130 સ્ક્વેર ફીટના વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે. આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ભારત દેશનો સૌથી મોટો સર્કસ સાબિત થયો છે જેમાં 1500 સોફા અને ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp