શું કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ ભાજપે અટકાવી છે?

PC: twitter.com

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત ભાજપના સાંસદ છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે આમ છતા કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ને સેન્સર બોર્ડ લટકાવી દીધી છે. કંગનાએ કોર્ટનો આશરો લીધો છે. 6 સપ્ટેમ્બરે ફિલ્મ રીલિઝ થવાની હતી.

ઇન્ડિયન એકસ્પ્રેસના એક અહેવાલમાં ફિલ્મના નિષ્ણાત પ્રોફેસર મખ્ખન લાલનો ઇન્ટરવ્યૂ છપાયો છે. જેમાં મખ્ખન લાલે કહ્યુ કે, ઇમરજન્સી ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની જીવન પર બનેલી છે અને આ ફિલ્મમાં ઇંદિરા ગાંધીના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. કંગનાએ આ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. લાલે કહ્યુ કે, આવી ફિલ્મ કોંગ્રેસ ધારતે તો પણ નહીં બનાવી શકતે. પ્રોફેસર મખ્ખન લાલે જે પ્રમાણે કહ્યું છે  એ પછી વિલંબનું કારણ એ માનવામાં આવી રહ્યું કે ઇંદિરા ગાંધી પ્રત્યે લોકોની સહાનુભુતિ ઉભી થવાનો ભાજપને ડર તો નથી ને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp