‘હું સ્ટેજ પર હોત તો..’IFFI 2022 નાદવ લાપિડના નિવેદન પર અનુપમ ખેર ભડક્યા

PC: indianexpress.com

અનુપમ ખેરે IFFIના જ્યુરી હેડ નાદવ લાપિડ દ્વારા ખુલ્લેઆમ સમાપન સમારોહ મંચ પરથી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને વલ્ગર અને પ્રોપગેન્ડા ઠેરવવા પર ઉંડો અફસોસ વ્યક્ત કર્યો હતો અને તેમની આ નિવેદનને લઇને ખૂબ ટીકા થઇ રહી છે. અનુપમ ખેરે કહ્યું કે, જ્યારે જ્યુરી હેડે આ બધું કહ્યું, હું ત્યાં ન હતો, નહીં તો હું સ્ટેજ પર ચઢીને તેમને ચૂપ કરાવી દેત. કોઇપણ ફિલ્મકાર દ્વારા આ પ્રકારના નિવેદન માન્ય ના રાખવામાં આવી શકે. અનુપમ ખેરે કહ્યું કે, નિવેદન સુનિયોજિત અને પૂર્વ નિયોજિત હતું અને એક ષડયંત્ર હેઠળ ફિલ્મ પર હુમલો કરવામાં આવ્યો છે. ટૂલકિટ ગેંગના એજન્ડાને આગળ વધરવામાં આવ્યો છે અને આ નિવેદનથી ટૂલકિટ ગેંગ ઘણી ખુશ છે.

અનુપમ ખેરે કહ્યું કે, જે લોકો ફિલ્મના રીલિઝ પહેલા ખુશ નહોતા, જ્યુરી હેડનું નિવેદન તેમને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઇઝરાયલી ફિલ્મકારે નિવેદન આપીને ફક્ત કાશ્મીરી પંડિતો, હિંદુઓ અને તમામ માનવતાનું જ અપમાન નથી કર્યું પરંતુ, તેમણે આ ત્રાસદીમાં માર્યા ગયેલા તમામ લોકોનું પણ અપમાન કર્યું છે.

અનુપમ ખેરે ભારતમાં ઇઝરાયલી રાજદૂત દ્વારા ઇઝરાયલી ફિલ્મકારના નિવેદનની ટીકાઓનું સ્વાગત કરતા ઇઝરાયલ અને ભારતના સારા સંબંધોનો હવાલો આપ્યો હતો. અનુપમ ખેરે કહ્યું કે, મેં આ મુદ્દા પર વિવેક અગ્નિહોત્રી સાથે વાતચીત કરી અને મેં તેમને કહ્યું કે, હું પોતાના ગુસ્સાને કઇ રીતે કાબૂ કરું. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ માટે કેટલાક લોકોના ઇન્ટર્વ્યુ કર્યા હતા. આ તો મારી જીવની છે.

કોબીએ પણ ઇઝરાયલી ફિલ્મકારના નિવેદનની ખૂબ ટીકા કરી છે. કોબીએ ભારત અને ઇઝરાયલના સંબંધોનો હવાલો આપતા કહ્યું કે, આ પ્રકારના નિવેદનોથી બચવું જોઇતું હતું અને આવા પ્રતિષ્ઠિત મંચ પર તેમનું આ પ્રકારનું વલણ નિંદનીય છે. કોબીએ કહ્યું કે, મેં 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મ જોઇ હતી અને મને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી, જે કાશ્મીરી પંડિતોના દર્દને સંપૂર્ણ ડિવોશનથી રજૂ કરે છે. કોબીએ કહ્યું કે, આ નાદવ લાપિડનું અંગત નિવેદન છે અને એક મુલ્ક તરીકે ઇઝરાયલી ઇસ્ત્રાઇલી ફિલ્મકારના નિવેદન સાથે સંબંધ નથી રાખતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp