26th January selfie contest

વિદ્યુત જામવાલે એવુ શા માટે કહ્યું કે, બોલિવુડ માટે હું ઘરની મરઘી દાળ બરાબર છું

PC: timesofindia.indiatimes.com

‘ખુદા હાફિઝ’ની OTT સકસેસ પછી વિદ્યુત જામવાલ આનો પાર્ટ ટૂ લઈને આવ્યો છે, આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ માટે તૈયાર છે. હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યુત માને છે કે, બોલિવુડ હજુ પણ તેના ટેલેન્ટનો પૂરો ઉપયોગ નથી કરી શક્યું. ઈન્ટરનેશનલ ઓળખાણ મળવા છતાં અહીં તેની સ્થિતિ ‘ઘરની મરઘી દાળ બરાબર જેવી જ છે.’

આ ફિલ્મનાં પહેલા પાર્ટને OTT પર રીલિઝ કરવામાં આવ્યો હતો. કારણ કે, તે સમયે કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો હતો, લોકો થિેયેટરમાં જઈ શકતા ન હતા. વિદ્યુતે આગળ કહ્યું કે, મારી પૂરી ઈચ્છા હતી કે, ફિલ્મ થિયેટરમાં આવે, પણ મને અનુભવ થયો કે, જો અમે રાહ જોઈશું, તો સૌથી વધુ નુકસાન પ્રોડ્યુસરને થશે, પછી અમે OTT પર તેને રીલિઝ કરી દીધી અને સારું થયું કે OTT પર આ ફિલ્મે મેજિક ક્રિએટ કરી દીધો. હવે વસ્તુઓ નોર્મલ થઇ ગઈ છે, તો પછી આને થિયેટરમાં રીલિઝ કરી રહ્યા છીએ. 

View this post on Instagram

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

વિદ્યુત જામવાલે કહ્યું કે, હું મારા પૂરા જીવનમાં આટલું ક્યારેય નથી રડ્યો, આટલું દુ:ખ જ નથી થયું, પણ આ ફિલ્મ દરમિયાન હું પિતાના એક ઈમોશનને સાચે જ સમજી શક્યો. મને આજે આ વાત સમજમાં આવી કે, આખરે માતા-પિતા કેમ કહે છે કે, તે બાળકો માટે જીવ આપી દેશે. આ સીનને શૂટ કરતા સમયે ખૂબ જ ઈમોશનલ થઇ ગયો, અને એટલો રડ્યો કે બેભાન થઇ ગયો. મારું બીપી લો થઈ ગયુ હતું. આશ્ચર્યની વાત એ છે કે, એક્શનના સમયે ક્યારેય બેભાન નથી થયો, પણ ઈમોશને મારી પાસેથી એ પણ કરાવી દીધું, ઉફ્ફ.. 

View this post on Instagram

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal)

વિદ્યુતે કહ્યું કે, હું જ્યાંથી આવું છું, ત્યાં લોકોની વચ્ચે આશંકાઓ હતી, લોકો કહેતા હતા કે તું મુંબઈની બહારનો છે, ક્યારેય એક્ટર નહીં બની શકશે... તું કોઈને જાણતો નથી, તો કંઈ જ થઇ ના શકે... જ્યારે ત્યાં પોતાને સાબિત કરી દીધી, તો અહીં ગભરાઈને અથવા પ્રેશર લઈને હું શું કરી શકીશ.

વિદ્યુતે વધુમાં કહ્યું કે, ઇન્ટરનેશનલમાં લોકો જાણે છે કે, વિદ્યુત જામવાલ નામનો છોકરો છે, એક્શનમાં સારૂં કામ કરે છે, પણ અહીંયા તો ઘરની મરઘી દાળ બરાબર જેવી સ્થિતિ છે. આજે નહીં તો કાલે, પૂરી દુનિયા મને તે આપશે, જે હું ડિઝર્વ કરું છું. ઘરવાળા (બોલિવુડ) થોડો સમય લેશે.

વિદ્યુતે કહ્યું કે, જમીન શોધવાની વાત તો ખબર નથી, પણ એટલું જાણું છે કે, જમીન હોય કે નહીં હોય આસમાન બુલંદ કરી લીધું છે. આસમાનમાં એટલી અનંતતા છે કે, તમારે કંઈ જ શોધવાની જરૂર નથી. પહેલા આ પ્રયત્નોમાં લાગેલો હતો કે, સાબિત કરવું છે, કંઈક શોધવું છે, પણ હવે સમજાઈ ગયું છે કે હાથ-પગ મારવાથી કંઈક થતું નથી, તમારી વસ્તુઓ તમારા સુધી પહોંચી જ જશે. મારા પ્રોડક્શન હાઉસનો માત્ર આ જ મોટીવ છે કે, ટેલેન્ટ જ્યાંથી પણ હોય, હું તેને શોધીને લઇ આવું. હું બાળપણમાં જેમને કામ કરતા જોતો હતો અને તેમનો ફેન હતો, તેમને કોલ કરીને મેં પોતાને ત્યાં કામ આપ્યું છે, જેટલા થિયેટર એક્ટર્સ છે, તેમને આસમાન આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું, હું તેમને એટલે ફીલ કરું છું. કેમ કે, હું તેમને જ રીપ્રેઝન્ટ કરું છું, હું ભારતના એવા લોકોમાંથી છું, જેમને સક્સેસના ચાન્સીસ ખૂબ જ ઓછાં મળે છે, હું પ્રયત્નો કરી રહ્યો છું કે, તેમની મદદ કરી શકું. કરિયરના આ સફરમાં મને નવ લોકોએ રિજેક્ટ કર્યો છે, તો કોઈ એકે મને તક પણ આપી છે, હું આગળ જઈને તે એક વ્યક્તિ બનવા ઈચ્છું છું.

વિદ્યુતે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, મારા ઘરના લોકો મને હીરો માનતા જ નથી. હું આજે પણ ઘરે જાઉં, તો બહેન બૂમો પાડે છે કે, કપડાં કેમ અહીં મુકી દીધા. માતા ત્યાંથી ગુસ્સામાં બોલે છે કે, જમ્યો કેમ નથી. આ મને ક્યારેય સ્પેશિયલ ફીલ કરાવતું જ નથી. જો ફેન્સની વાત આવે તો, તેમણે મને જેટલો પ્રેમ આપ્યો છે, તેને જોઇને મારા દુ:ખ દૂર થઇ જાય છે. વાસ્તવામાં હું તેમને ફેન્સ માનતો જ નથી, હું તેમને ફ્રેન્ડ સમજુ છું, જ્યારે કોઈ મળે છે, જરૂર કહું છું કે, મારા મિત્ર બનશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp