શું આ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે સ્ટાર ક્રિકેટર જસપ્રીત બુમરાહ?

PC: cricket.com.au

ક્રિકેટ સ્ટાર્સ અને સિનેમા જગતના સંબંધો હંમેશાંથી ચર્ચામાં રહ્યા છે. લિસ્ટ ખૂબ જ લાંબું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ પર સારા-સારા બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દે છે, પરંતુ ચર્ચા એવી છે કે, પ્રેમની પીચ પર જસપ્રીત બુમરાહને કોઈકે ક્લીન બોલ્ડ કરી નાંખ્યો છે. બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેસવરનની સાથે જોડવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેસવરન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના સંબંધોના સમાચાર ત્યારથી ચર્ચામાં આવ્યા, જ્યારથી જસપ્રીત બુમરાહે અનુપમા પરમેસવરનને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું. ખાસ વાત એ છે કે, જસપ્રીતે હજુ સુધી એકપણ બોલિવુડ એક્ટ્રેસને ફોલો નથી કરી.

અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2016માં તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, હાલ તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રોડક્શનમાં કામ કરી રહી છે.

આમ તો જસપ્રીત બુમરાહનું નામ પહેલીવાર કોઈ એક્ટ્રેસ સાથે નથી જોડાયું. આ અગાઉ ક્રિકેટર રાશિ ખન્ના સાથે રિલેશનમાં હોવાના સમાચાર આવ્યા હતા. જોકે, આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું કે, હું માત્ર એટલું જ જાણું છું કે, બુમરાહ એક સારો પ્લેયર છે. તેના કરતા વધારે હું તેને નથી ઓળખતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp