ભાઇનું નિધન, વેન્ટિલેટર પર બહેન, તારક મહેતાની જેનિફર પાસે નથી કામ, અસિત મોદી...

PC: bollywoodlife.com

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન કૌર સોઢીનો રોલ નિભા ચૂકેલી જેનિફર મિસ્ત્રી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેની નાની બહેન વેન્ટિલેટર પર જિંદગી અને મોતની જંગ લડી રહી છે. એવામાં તેને બહેનની દેખરેખ માટે પોતાના ઘરે જવું પડ્યું છે. આ સમયે તેની પાસે કોઈ કામ પણ નથી. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, તારક મેહતા ફેમ જેનિફર પોતાની પર્સનલ લાઈફ ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. એક્ટ્રેસે કહ્યું કે, મારી નાની બહેનની સ્થિતિ સીરિયસ છે.

તેના માટે હું પોતાના હોમટાઉન આવી છું. તે વેન્ટિલેટર પર છે અને આ સમયે સૌથી વધુ મારી તાકત છે. તેની સ્થિતિ ગંભીર છે. તે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે. એવામાં મારે તેની સાથે રહેવું છે. એક્ટ્રેસે જણાવ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી તે મુશ્કેલીમાં જિંદગી વિતાવી રહી છે. નાના ભાઈના નિધન બાદ હું પિયરની 7 છોકરીઓની જવાબદારી નિભાવી રહી છું. એ જ સમયે આસિત મોદી વાળું મેટર થઈ ગઇ.

બધી વસ્તુઓને એક સાથે મેનેજ કરવું મારા માટે મુશ્કેલ રહ્યું. એટલે છેલ્લા કેટલાક મહિના મારા માટે પરેશાની ભરેલા રહ્યા. જેનિફરે એમ પણ કહ્યું કે, તારક મેહતા છોડ્યા બાદ અત્યાર સુધી તેને કોઈ રોલ ઓફર થયો નથી. પરંતુ એક પ્રોડક્શન હાઉસ છે, જેને મારા જેવા કેરેક્ટરની શોધ છે. કદાચ એ લોકો તેને શૉ માટે અપ્રોચ કરે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ જેનફરે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર વિરુદ્ધ સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ જીત્યો છે.

કોર્ટે આસિત મોદીને તેને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું છે, પરંતુ અત્યાર સુધી તેને વળતરની રકમ મળી નથી. એક્ટ્રેસે કહ્યું કે, 5 લાખ રૂપિયાના વળતર માટે મને 17 એપ્રિલ સુધી રાહ જોવા કહેવામાં આવ્યું છે. એ સિવાય તેને આસિત મોદી પાસે પોતાની બાકી રકમ પણ લેવાની છે, જે લગભગ 25 લાખ રૂપિયા છે. આશા છે જલદી જ જેનિફરની બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp