'જો ન્યાય નહીં મળે તો..'જેનિફરે અસિત સામે શું કરવાની ચીમકી આપી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શો એક સમયે TRP ચાર્ટમાં ટોચ પર રહેતો હતો, પરંતુ તે પછી પણ ઘણા કલાકારોએ એક પછી એક સીરિયલ છોડી દીધી. ઘણા કલાકારોએ તારક મહેતાના નિર્માતા અસિત મોદી પર ફી ન ચૂકવવાનો અને ગેરવર્તનનો આરોપ પણ લગાવ્યો હતો. આ શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ અસિત મોદી સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. લાંબી લડાઈ પછી કેસનો નિર્ણય જેનિફર મિસ્ત્રીના પક્ષમાં આવ્યો. પરંતુ, કેસ જીત્યા પછી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.
અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીત્યા પછી, જેનિફરે એક વિડિયો સ્ટેટમેન્ટ જાહેર કર્યું અને શેર કર્યું કે તેણે ગયા વર્ષે અસિત મોદી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR બદલવાનો આગ્રહ કર્યો હતો. જેનિફરે દાવો કર્યો હતો કે TMKOC નિર્માતાઓ હવે આરોપ લગાવી રહ્યા છે કે, તેઓ મોદી સામે કોઈ કેસ જીત્યા નથી.
જેનિફરે કહ્યું, 'તેઓ કહી રહ્યા છે કે, હું કોઈ ફાલતુ મહિલા સમૂહ પાસે ગઈ હતી અને ત્યાં મેં આવું કહ્યું હતું. તો મારે એટલું જ કહેવું છે કે, તમારા નિર્માતા, આટલા મહત્વપૂર્ણ, આટલા મોટા નિર્માતા, તે ફાલતુ મહિલા જૂથમાં બે વાર સુનાવણી માટે ગયા હતા, તે પણ તમામ કામ કાજ છોડીને?'
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે પોલીસ અધિકારીઓને મોદી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે અને કહ્યું છે કે, જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા સામે પગલાં લેવામાં નહીં આવે તો તે હડતાળ પર જઈ શકે છે. જેનિફરે કહ્યું, 'મેં તેમને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો તમે આ ચાર્જશીટનું કામ ઝડપથી નહીં કરો તો મને પણ ખબર નથી કે હું શું કરીશ. શક્ય છે કે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અહીં આવશે ત્યારે હું હડતાળ પર બેસી જાઉં.'
View this post on InstagramA post shared by Jennifer Mistry Bansiwal🧚♀️♾ (@jennifer_mistry_bansiwal)
જેનિફર મિસ્ત્રી TMKOCમાં શ્રીમતી રોશન સોઢીનું પાત્ર ભજવતી હતી. જો કે, તેણે 2023માં શો છોડી દીધો હતો અને આરોપ લગાવ્યો હતો કે, તેની સાથે કાર્યસ્થળ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેણે શોના નિર્માતા અસિત મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જેનિફરે અસિત કુમાર મોદી, શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354 અને 509 (એક મહિલાના સમ્માનને લાંછન લાગે તેવો ઈરાદો અથવા ગુનાહિત બળ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp