લોકસભાની ચૂંટણી લડવાને લઈને કંગના રણૌતનો મોટો ખુલાસો, બોલી- 'આ સીટથી લડીશ, જો..'

PC: hindustantimes.com

એક્ટ્રેસ કંગના રણૌત હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે, તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તેને પોતાની ઉમેદવાર બનાવી શકે છે, પરંતુ અત્યાર સુધી એ નક્કી થયું નથી. તો હવે પોતે કંગના રણૌતે ચૂંટણી લડવાના સમાચારોને હવા આપી દીધી છે. કંગના રણૌતે હિમાચલ પ્રદેશના કાંગડામાં બગલામુખી મંદિરમાં દેવી પાસે આશીર્વાદ લીધા. લોકસભાની ચૂંટણીને લઈને જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો કે શું તે ચૂંટણી લડશે?

પત્રકારોના આ સવાલના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, માતાનીકૃપા રહી તો મંડી સંસદીય ક્ષેત્રથી જરૂર ચૂંટણી લડીશ. જો કે, તેણે એ ન જણાવ્યું કે, તે કઇ પાર્ટીથી લડશે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં હજુ 2 લોકસભાની સીટો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. તો હવે કંગના રણૌતના આ નિવેદન બાદ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ તેને પોતાની ઉમેદવાર બનાવી શકે છે. જો કે, એવું પહેલી વખત થઈ રહ્યું નથી કે ભાજપ ફિલ્મી જગતના જાણીતા નામને ચૂંટણી મેદાનમાં પોતાના સિપાહી બનાવીને ઉતારી રહી હોય.

પાર્ટીએ આ વખત હેમા માલીનીને મથુરા લોકસભા સીટથી ત્રીજી વખત ઉમેદવાર બનાવ્યા છે. તો ગત દિવસોમાં મથુરામાં કંગના રણૌતની સક્રિયતા જોઈને કહેવામાં આવી રહ્યું હતું કે તે અહીથી ચૂંટણી લડશે, પરંતુ એમ ન થયું અને ભાજપે આ સીટ પરથી હાલના સાંસદ હેમા માલીનીને જ પોતાના ઉમેદવાર બનાવ્યા. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કંગના રણૌતે રાજનીતિમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કંગના રણૌતે હાલમાં જ કહ્યું હતું કે હું ભાજપની કોઈ પ્રવક્તા નથી. મારા માટે ચૂંટણી પર મંતવ્ય આપવાનો આ યોગ્ય જગ્યા અને યોગ્ય સમય નથી.

તેણે કહ્યું હતું કે, મારા ચૂંટણી લડવાને લઈને પાર્ટી તરફથી જ નિવેદન આવવું જોઈએ. આ જાહેરાત યોગ્ય સમય પર અને યોગ્ય જગ્યા પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીની રહેવાસી છે. તેણે વર્ષ 2006ના થ્રીલર 'ગેંગસ્ટર'થી ઈમરાન હાશમી અને શાઈની આહુજા સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લી વખત 'તેજસ'માં નજરે પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp