કરીના કપડા બદલવામાં એક્સપર્ટ છે ફિલ્મ માટે 2 જ કલાકમાં 130 ડ્રેસ બદલવાનો રેકોર્ડ

PC: filmibeat.com

કરીના કપૂરને હંમેશાં જ પોતાની સ્ટાઈલ અને ફેશન માટે ઓળખવામાં આવે છે. કરીના કપૂર ખાનની ફેશન સ્ટેટમેન્ટ હંમેશાં ઓન પોઈન્ટ રહે છે. એક્ટ્રેસ પોતાના લુક્સ સાથે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી. તેનું ઉદાહરણ છે તેની એ ફિલ્મ જેમાં તેણે 130 ડ્રેસ પહેર્યા હતા. 2 કલાકની ફિલ્મમાં કરીના કપૂર ખાને મોટા મોટા રિઝાઇનર્સના 130 ડ્રેસ પહેર્યા હતા. આપણે અહી વાત કરી રહ્યા છીએ મધુર ભંડારકરની ફિલ્મ ‘હિરોઈન’ની. વર્ષ 2022માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં ફિલ્મી દુનિયાની ચકાચૌંધમાં છુપાયેલી આ હસ્તીઓના પરદા પાછળની જિંદગીઓ દેખાડવામાં આવી હતી. જે કેમેરા સામે તો હસતા નજરે પડે છે, પરંતુ હકીકતમાં તેમની જિંદગી ખૂબ જ એકલતામાં પસાર થઈ રહી હોય છે.

આ ફિલ્મમાં કરીના કપૂરે લીડ હિરોઈનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મી ઇન્ડસ્ટ્રીની રંગીન જિંદગીના કાળા સત્યને પરદા પર ઉતારવા માટે જાણીતા ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ ‘હિરોઈન’માં કરીના કપૂરે શાનદાર એક્ટિંગ કરી રહી. લીડ રોલમાં જીવ ફૂંકવા માટે તેણે કોઈ કસર છોડી નહોતી. એક સફળ હિરોઈનની જિંદગીને પડદા પર ઉતારવા માટે કરીના કપૂરે 130 અલગ અલગ ડ્રેસ પહેર્યા હતા. એ પણ માત્ર 2 કલાકમાં, પરંતુ આ ફિલ્મ લોકોનું દિલ જીતવામાં નિષ્ફળ રહી હતી.

મેકર્સે ફિલ્મને હિટ કરાવવા માટે કરીના કપૂર પર દિલ ખોલીને પૈસા વહાવ્યા હતા, પરંતુ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ વાતનો ખુલાસો મધુર ભંડારકારે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં જેટલો ખર્ચો તેમણે માત્ર કરીના કપૂરના કોસ્ટ્યુમ પર કર્યો હતો. એટલા બજેટમાં આખી ફિલ્મ ‘ચાંદની બાર’ બની ગઈ હતી. એટલી મહેનત છતા ફિલ્મ ટિકિટ બારી પર કંઈ ખાસ કમાલ દેખાડી શકી નહોતી. ઉલ્લેખનીય છે કે, તબ્બુની ફિલ્મ ‘ચાંદની બાર’ વર્ષ 2001માં આવી હતી અને તેનું કુલ બજેટ લગભગ દોઢ કરોડ રૂપિયા હતું.

પોતાના એક્ટિંગ કરિયરમાં કરીના કપૂર ‘જબ વી મેટ’, ‘ઓમકારા’, ‘ચમેલી’ અને ‘હિરોઈન’ જેવી ઘણી ફિલ્મોમાં નજરે પડી ચૂકી છે જેમાં તેના કામના ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા. બેબો ફિલ્મી દુનિયામાં પોતાની સુંદરતા, સ્ટાઈલ અને એક્ટિંગ માટે ઓળખાય છે. આ જ કારણ છે કે ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. વાત કોઈ ગંભીર રોલની હોય, કોઈ રોમાન્ટિક ભૂમિકાની હોય કે પછી કોઈ ચૂલબુલી હસીનાની ભૂમિકામાં નજરે પડવાનું હોય. કરીના કપૂર દરેક ભૂમિકા શાનદાર રીતે નિભાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp