'લાપતા લેડીઝ' ઓસ્કરથી બહાર, FFI પર નારાજ ફેન્સ, કહ્યું આ મૂવિને મોકલવી હતી

PC: youtube.com

આમિર ખાન અને કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ત્યાર પછી હંસલ મહેતા સહિત ઘણા લોકોએ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે FFI જ્યુરીના વડાએ 'લાપતા લેડીઝ' ઓસ્કારમાંથી બહાર નીકળી જવા વિશે અને FFI પ્રત્યે લોકોનો ગુસ્સો વ્યક્ત કરવા અંગે વાત કરી છે.

97માં એકેડેમી એવોર્ડ્સે હાલમાં જ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટેડ 15 ફિલ્મોની યાદી બહાર પાડી હતી. જેમાં ક્યાંય 'લાપતા લેડીઝ'નું નામ નહોતું. ત્યાર પછી, લોકોએ ભારતમાંથી આ ફિલ્મને ઓસ્કર માટે મોકલવાના FFIના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું. લોકોએ કહ્યું કે, 'લાપતા લેડીઝ'ને બદલે પાયલ કાપડિયાની ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' ઓસ્કારમાં મોકલવા માટે વધુ લાયક હતી. લોકોના આ ગુસ્સા પર બોલતા FFI બ્યુરો ચીફ જાહનુ બરુઆએ મીડિયા સૂત્રને બતાવ્યું હતું કે, 'આ બિલકુલ વાજબી નથી. લોકો આવું કેમ કહે છે? આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોએ જ્યુરીનો નિર્ણય સ્વીકારવો જોઈએ. મારી પોતાની ફિલ્મો ઘણા એવોર્ડ શોમાં જાય છે. તેને ઘણી જગ્યાએ એવોર્ડ મળે છે. ઘણી જગ્યાએ નથી મળતા. પરંતુ આનો અર્થ એ નથી કે હું તે સમગ્ર પ્રક્રિયાને નકારાત્મક રીતે જોઉં. આપણે એ પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ.'

બરુઆએ 'લાપતા લેડીઝ' ઓસ્કારની રેસમાં કેમ આગળ ન વધી શકી તે અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. પરંતુ તેણે ચોક્કસપણે જણાવ્યું કે, આ ફિલ્મ ભારત દ્વારા ઓસ્કર માટે કેમ મોકલવામાં આવી હતી. તેમણે કહ્યું, 'લોકોએ સમજવું પડશે કે આ પસંદગી સંપૂર્ણપણે લોકશાહી રીતે કરવામાં આવી હતી. લોકોએ આ નિર્ણય સ્વીકારવો જોઈએ. અમારી જ્યુરીને લાગ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત વતી ઓસ્કારમાં ગયેલી ફિલ્મોમાં દેશી ફ્લેવર ક્યાંક ખૂટે છે. ફિલ્મ એવી હોવી જોઈએ કે તે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરી શકે. અમને લાગ્યું કે 'લાપતા લેડીઝ'માં તે બધા ગુણ છે. આ ફિલ્મમાં તમામ સામાજિક મુદ્દાઓને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે.'

બરુઆએ પાયલ કાપડિયાની 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' વિશે પણ વાત કરી અને તે ફિલ્મને તકનીકી રીતે ખરાબ ગણાવી અને કહ્યું કે, 'જ્યુરીને લાગ્યું કે ફિલ્મ ટેકનિકલી ખરાબ છે. જેના કારણે તેની પસંદગી કરવામાં આવી ન હતી.'

આમ જોવા જઈએ તો, 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ'ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ નોન અંગ્રેજી ફિલ્મ કેટેગરીમાં બે નોમિનેશન મળ્યા છે. તેમજ પાયલ કાપડિયાને બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મે અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી ચુકી છે. તેની આખી ટીમને તેના સારા કામ માટે પ્રશંસા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp