2025માં રીલિઝ થવાની છે આ ધમાકેદાર 12 ફિલ્મો
વર્ષ 2025 આવી ચૂક્યું છે. ફિલ્મ પ્રેમીઓ માટે છેલ્લું વર્ષ ઘણું ખાસ હતું. એવી ઘણી બધી ફિલ્મો રીલિઝ થઈ જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. તો કેટલીક એવી ફિલ્મો પણ હતી જેને લોકોએ જોવાની ના પાડી. ઘણી ફિલ્મોએ વર્ષો જૂના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જ્યારે કેટલીક ફિલ્મો એવી હતી કે જેનું કલેક્શન જોઈને લોકો હેરાન રહી ગયા હતા.
હવે વર્ષ 2025માં પણ ઘણી એવી ફિલ્મો છે જે રીલિઝ માટે તૈયાર છે. એવી ઘણી ફિલ્મો છે જેમાં ઘણા મોટા મોટા સ્ટાર્સ છે, જ્યારે કેટલીક ફિલ્મની થીમ અને વાર્તા લોકોને આકર્ષી રહી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ એવી ફિલ્મો છે જેને જોવા માટે લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે.
સિકંદરઃ સલમાન ખાન છેલ્લા એક વર્ષથી મોટા પડદા પરથી ગાયબ છે. તે આ સમય દરમિયાન નાના નાના કેમિયો કરી રહ્યો છે, પરંતુ તેના ચાહકો તેને આખી ફિલ્મમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ વર્ષે ઈદના અવસર પર સલમાન પોતાની ફિલ્મ 'સિકંદર' લઈને આવી રહ્યો છે. તેની સાથે સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્ના પણ આ ફિલ્મમાં છે, જે આ દિવસોમાં દરેકની પહેલી પસંદ બની રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ગજની ફેમ A.R. મુરુગાદોસ કરી રહ્યા છે અને તેને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે.
જાટઃ 'ગદર 2'થી ફિલ્મોમાં કમબેક કરનાર સની દેઓલ વર્ષ 2025માં પણ ધૂમ મચાવનાર છે. તેની ફિલ્મ જાટ આ વર્ષે એપ્રિલ મહિનામાં રીલિઝ થશે, જેનું ટીઝર તાજેતરમાં જ રીલિઝ થયું હતું. ટીઝરમાં સની હેન્ડપંપ પછી પંખો ઉખાડતો જોવા મળે છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા રણદીપ હુડ્ડા પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન દક્ષિણના દિગ્દર્શક ગોપીચંદ માલિનેનીએ કર્યું છે, જે તેની પ્રથમ હિન્દી ભાષાની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
વૉર 2: વર્ષ 2023 માં, 'યશ રાજ ફિલ્મ્સ' એ તેની બે 'સ્પાય યુનિવર્સ' ફિલ્મો રજૂ કરી હતી, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. સલમાન ખાનની 'ટાઈગર 3'માં એક પોસ્ટ ક્રેડિટ સીન પણ હતો, જેમાં આપણે રીતિક રોશનના પાત્ર કબીરને લડતા જોયા હતા, જેણે તેની આગામી ફિલ્મ 'વૉર 2' માટે હાઈપ બનાવ્યો હતો. હવે આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર રીલિઝ થશે.
ફિલ્મની કાસ્ટ પણ શાનદાર છે. એવું માનવામાં આવે છે કે, સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR ડાર્ક કેરેક્ટરમાં જોવા મળી શકે છે. હવે આ ફિલ્મમાં તેનો રોલ કેવો હશે તે તો તે સમયે જ ખબર પડશે. આ ફિલ્મમાં રિતિક સાથે અભિનેત્રી કિયારા અડવાણી જોવા મળશે. અયાન મુખર્જી 'વૉર 2'નું નિર્દેશન કરી રહ્યો છે.
આલ્ફા: આ વર્ષે યશ રાજ ફિલ્મ્સ તેની 'YRF સ્પાય યુનિવર્સ'માંથી બીજી ફિલ્મ રીલિઝ કરવા જઈ રહ્યા છે જેનું નામ 'આલ્ફા' હશે. આ ફિલ્મમાં એક મહિલા લીડ હશે જેમાં આલિયા ભટ્ટ અને શરવરી વાઘ મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ હશે.
ફિલ્મની સ્ટોરી કે તેની થીમ શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ ફિલ્મને ક્રિસમસ 2025ની રીલિઝ ડેટ મળી ગઈ છે. શિવ રવૈલ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.
ઈમરજન્સીઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'ઈમરજન્સી' આ વર્ષે 17 જાન્યુઆરી, 2025ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. લગભગ 4 મહિનાની રાહ જોયા પછી કંગનાની ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે. ફિલ્મમાં કંગના ઉપરાંત અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કંગનાએ પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.
સિતારે જમીન પર : બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન લગભગ ત્રણ વર્ષની લાંબી રાહ જોવડાવ્યા પછી આ વર્ષે મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મ 'સિતારે જમીન પર' આ વર્ષે રીલિઝ થવાની છે. પહેલા એવા સમાચાર હતા કે તેમની ફિલ્મ ક્રિસમસ 2024 પર રીલિઝ થશે, પરંતુ ફિલ્મને પૂર્ણ કરવા માટે હજુ પણ થોડું કામ બાકી હતું, જેના કારણે આ ફિલ્મ હવે 2025માં રીલિઝ થશે.
ફિલ્મમાં આમિર ઉપરાંત જેનેલિયા ડિસોઝા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આમિરની 2007માં આવેલી સુપરહિટ ફિલ્મ 'તારે જમીન પર'ની સિક્વલ છે.
કાંતારા ચેપ્ટર 1: કન્નડ અભિનેતા-દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ વર્ષ 2022ના અંતમાં એવો ધમાકો કર્યો હતો જેને જોનારા દરેક વ્યક્તિએ તેની પ્રશંસા કરી હતી. તેમની ફિલ્મ 'કાંતારા'એ દરેકની અપેક્ષાઓ કરતાં અનેકગણું વધારે પ્રદર્શન કર્યું હતું. હવે, તેઓ વર્ષ 2025માં કાંતારાની વાર્તાને ફરીથી મોટા પડદા પર લાવી રહ્યા છે, જેને જોવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક છે. તેની ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' 2 ઓક્ટોબર, 2025ના રોજ રીલિઝ થશે, જેનું પોસ્ટર પણ તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
રેઇડ 2, દે દે પ્યાર દે 2: સુપરસ્ટાર અજય દેવગન ફરી એકવાર પોતાની ફિલ્મોથી લોકોના દિલો પર કબજો કરવા આવી રહ્યો છે. તેની ઘણી ફિલ્મો પણ આ વર્ષે રીલિઝ થવાની છે. આ વર્ષે તે પોતાની બે હિટ ફિલ્મોની સિક્વલ લઈને આવી રહ્યો છે.
અજય દેવગન સૌથી પહેલા મોટા પડદા પર 'રેડ 2' સાથે 'રેડ' મારશે, પછી વર્ષના અંતમાં તે પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે 2'થી પ્રેમનો નવો સંદેશ આપશે. હાલમાં જ બંને ફિલ્મોની રીલિઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી. 'રેઈડ 2' 1લી મેના રોજ રીલિઝ થશે, જ્યારે 'દે દે પ્યાર દે 2' 14મી નવેમ્બર 2025ના રોજ રીલિઝ થશે.
છાવાઃ વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાની પીરિયડ ડ્રામા ફિલ્મ 'છાવા' ઘણા સમયથી ચર્ચામાં છે. અથડામણ ટાળવા માટે ફિલ્મની રીલિઝ ડેટ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી છે.
હવે એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરી 2025માં રીલિઝ કરશે. ફિલ્મની વાર્તા મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની છે. બોલિવૂડ એક્ટર અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં મુગલ રાજા ઔરંગઝેબના રોલમાં જોવા મળશે.
ગેમ ચેન્જરઃ લોકો ઘણા સમયથી સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ 'ગેમ ચેન્જર'ની રાહ જોઈ રહ્યા છે. 'RRR' પછી આ વખતે રામ ચરણ કયું મહાન અને શક્તિશાળી કામ કરવા જઈ રહ્યા છે, તે જોવામાં લોકોને ખૂબ જ રસ છે.
'ગેમ ચેન્જર'ને રોબોટ ફેમ ડિરેક્ટર શંકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રીલિઝ થશે.
રાજા સાહેબ: પ્રભાસ અભિનીત 'રાજા સાહેબ' વર્ષ 2025ની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંથી એક છે. તેની દરેક ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક હોય છે અને હવે તે લિસ્ટમાં ફિલ્મ રાજા સાહેબ પણ સામેલ થઈ ગઈ છે.
આ ફિલ્મ 10 એપ્રિલ 2025ના રોજ રીલિઝ થશે. તેનું દિગ્દર્શન દક્ષિણના દિગ્દર્શક મારુતિએ કર્યું છે. ફિલ્મમાં પ્રભાસની સાથે માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ પણ સામેલ છે.
હાઉસફુલ 5: સાજિદ નડિયાદવાલાની હિટ કોમેડી ફ્રેન્ચાઈઝી 'હાઉસફુલ'નો પાંચમો ભાગ પણ આ વર્ષે રીલિઝ થવા જઈ રહ્યો છે. 'હાઉસફુલ 5'માં ઘણા મોટા સ્ટાર્સ છે, જે આ વખતે પોતાની કોમિક ટાઈમિંગથી લોકોને હસાવવા આવી રહ્યા છે.
ફિલ્મની કાસ્ટ ખૂબ જ મજબૂત છે, જેમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, સંજય દત્ત, નાના પાટેકર, જેકી શ્રોફ, શ્રેયસ તલપડે, અભિષેક બચ્ચન અને અન્ય ઘણા મોટા કલાકારો છે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાનીએ કર્યું છે.
બાગી 4: નિર્માતા સાજિદ નડિયાદવાલા વર્ષ 2025માં ટ્રિપલ ધમાકો કરવા જઈ રહ્યા છે. એક તરફ તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે એક્શનથી ભરપૂર ફિલ્મ 'સિકંદર' લાવી રહ્યો છે, તો બીજી તરફ તે ફેમિલી એન્ટરટેઈનર 'હાઉસફુલ 5' રીલિઝ કરશે. આ બધી ફિલ્મો પછી, તે સપ્ટેમ્બર મહિનામાં ટાઇગર શ્રોફ અને સંજય દત્ત સાથેની તેની બીજી હિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી બાગીની ચોથી ફિલ્મ પણ રીલિઝ કરશે.
'બાગી 4'માં ટાઈગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અને હરનાઝ સંધુ લીડ રોલમાં હશે. આ ફિલ્મનું નિર્દેશન દક્ષિણના દિગ્દર્શક A. હર્ષ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp