બ્રેકઅપ પર પહેલીવાર બોલી નેહા, જાણો હિમાંશ વિશે શું કહ્યું

PC: mayapuri.com

બોલિવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કર આજકાલ તેના સોંગને બદલે પોતાની રિલેશનશિપને કારણે ખાસ્સી ચર્ચામાં છે. શનિવારે નેહાએ પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આ સાથે જ નેહાએ એક નવી કાર પણ ખરીદી છે અને તેણે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. આ પહેલા નેહા એક ખરાબ સમયમાંથી પસાર થઇ હતી, જ્યારે તેનું અભિનેતા હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઇ ગયું હતું.

હિમાંશ સાથે બ્રેકઅપ બાદ નેહા તૂટી ગઇ હતી. પરંતુ નેહા પહેલીવાર પોતાની રિલેશનશિપ વિશે બોલી છે. નેહાએ કહ્યું હતું કે, જ્યારે હું રિલેશનશિપમાં હતી, ત્યારે મેં મારી ફેમિલી અને ફ્રેન્ડ્સને સમય નહોતો આપ્યો. હું મારો બધો સમય અને એનર્જી એવા વ્યક્તિને આપી રહી હતી, જે તેને ડિઝર્વ પણ નહોતો કરતો. તેમ છતા એ મને ફરિયાદ કરતો હતો કે, હું તેની સાથે સમય નથી વિતાવતી.

બીજીવાર રિલેશનશિપમાં જવાને લઇને નેહાએ કહ્યું હતું કે, હું ફરીથી પ્રેમ કરવા માટે તૈયાર નથી. આ સમયે હું એમ કહી શકું છું કે, સિંગલ રહેવું મારી લાઇફની બેસ્ટ ફીલિંગ છે. હવે હું હેપી સ્પેસમાં છું. જે કંઇપણ થયું તેનાથી હું ખુશ છું, કારણ કે આનાથી મારા પરિવાર અને દોસ્તોનું મહત્ત્વ મને ખબર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp