26th January selfie contest

ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે નેહાનો આ જબરદસ્ત ડાન્સ વીડિયો

PC: zeenews.com

બોલિવુડ સિંગર નેહા કક્કર કોન્ટ્રોવર્સી બાદ ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં આવી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના નવા-નવા વીડિયો સતત લોકોને એન્ટરટેઈન કરી રહ્યા છે. બોલિવુડમાં પોતાના સિંગિંગથી ધમાલ મચાવનારી નેહા કક્કર પોતાના ડાન્સિંગ સ્કિલ માટે પણ એટલી જ જાણીતી છે. હવે તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નેહા કક્કર સતત સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ અને કોમેડી વીડિયો શેર કરતી રહે છે. તેના ફેન્સ તેના વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. દરમિયાન નેહાએ પોતાના ઈન્સ્ટા વોલ પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પોતાના જ ગીત પૂછદા હી નહીં પર જબરદસ્ત ડાન્સ કરતી દેખાઈ રહી છે.

આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેને અત્યારસુધીમાં 33 લાખ 96 હજાર એટલે કે આશરે 34 લાખ વાર જોવાઈ ચુક્યો છે. જણાવી દઈએ કે, નેહાનું ગીત પૂછદા હી નહીં, થોડાં દિવસ પહેલા જ રીલિઝ થયું હતું. આ સોંગે રીલિઝ થતાની સાથે જ YouTube પર ધમાલ મચાવી દીધી હતી. નેહા કક્કરે આ ગીતમાં રોહિત ખંડેલવાલ પણ છે. તે આ વીડિયોમાં પણ નેહાનો સાથ આપી રહ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp