ક્રેઝ-મુંબઇમાં યોજાનારા વિદેશી કોન્સર્ટ માટે 10 લાખની ટિકિટ લેવા લોકો તૈયાર
બ્રિટનના કોલ્ડપ્લે રોકસ્ટાર બેન્ડનો કોન્સર્ટ મુંબઇમાં જાન્યુઆરી મહિનામાં યોજાવવવાનો છે, પરંતુ આ બેન્ડ માટે ભારતમાં એવો જબરદસ્ત ક્રેઝ છે કે બુક માય શો વેબસાઇટ પર બુકીંગ શરૂ થયું અને 30 મિનિટમાં વેબસાઇટ ક્રેશ થઇ ગઇ એટલો બધો ધસારો થયો. જે લોકોએ બલ્કમાં ટિકીટ બુક કરી હતી તેઓ હવે બ્લેકમાં ટિકીટ વેચી રહ્યા છે અને 10 લાખ રૂપિયા સુધી ટિકિટ વેચાઇ રહી છે.
કોલ્ડ પ્લેનો કોન્સર્ટ 18 અને 19 જાન્યુઆરી 2025મા મુંબઇના ડી. વાય પાટીલ સ્ટેડીયમમાં યોજાવાનનો છે. જાણવા મળેલી માહિતી મુજબ 99 લાખ લોકો વેઇટિંગમાં છે. ભારે ડીમાન્ડને કારણે હવે ત્રીજો શો 21 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજાવાની શક્યતા છે. 9 વર્ષ પછી આ બેન્ડ ભારત આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp