પ્રિયાના આ વીડિયોમાં તેની ખૂબસૂરતી જોઈને ફરીથી મોહી પડશો

PC: instagram.com

પોતાની એક અદાથી ઈન્ટરનેટ પર સનસની મચાવનારી પ્રિયા પ્રકાશ વારિયરનો સોશિયલ મીડિયા પર વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેવામાં ફરીથી પ્રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોમાં પ્રિયા કોઈ એક્ટિંગ કે એક્શન કરી નથી, પરંતુ આ વીડિયોમાં તમને માત્ર તેની ખુબસુરતી જ જોવા મળશે. બ્લેક કલરના ડ્રેસમાં પ્રિયા તેની રીલિઝ થયેલી ફિલ્મના પ્રમોશન માટેના શૂટ દરમિયાનનો છે. આ વીડિયોમાં તેની સાથે તેનો કો-એક્ટર અબ્દુલ રહૂફ પણ જોવા મળી રહ્યો છે.

પોતાની આંખના ઈશારાથી લાખો દિલોને ઘાયલ કરનાર પ્રિયા કરેલની રહેવાસી છે અને તેની પહેલી ફિલ્મ 'ઓરુ ઉદાર લવ'ના એક સીનમાં તેણે માત્ર આંખના ઈશારે આખા દેશને પોતાના દિવાના બનાવી દીધા હતા. હાલમાં પ્રિયાના ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સમાં ટોચના નંબરે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp