પ્રિયંકાએ બનાવ્યો નવો રેકોર્ડ, આ કારનામુ કરનારી દુનિયાની બીજી સેલિબ્રિટી બની

PC: instagram.com/Priyanka Chopra

બોલિવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના લગ્નના સમયથી ચર્ચામાં છે. લગ્ન બાદ તેના અને તેના પતિ નિક જોનાસના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. લગ્ન બાદ પ્રિયંકાને ન્યુયોર્કમાંથી ખૂબ જ કિંમતી ગિફ્ટ મળી છે. જે જાણ્યા બાદ નિક જોનાસની સાથોસાથ તેના ફેન્સ પણ ખુશ થઈ જશે.

ન્યુયોર્કના વેક્સ સ્ટેચ્યૂ મ્યુઝિયમ મેડમ તુસાદે પ્રિયંકા ચોપરાનું વેક્સ સ્ટેચ્યૂ બનાવીને તેને ખૂબ જ ખાસ ગિફ્ટ આપી છે. આ વાત અંગે જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આપી છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકાનારા પોતાના સ્ટેચ્યૂની સાથે એક ફોટો શેર કર્યો છે.

 
 
 
View this post on Instagram

🤯

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મેડમ તુસાદ મ્યુઝિયમમાં પ્રિયંકાના સ્ટેચ્યૂને એટલી સુંદર રીતે બનાવવામાં આવ્યુ છે કે તેની સાથે ઊભેલી પ્રિયંકા ચોપરા અને સ્ટેચ્યૂમાં અસલી કોણ છે તે ઓળખવું મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં પરંતુ તેણે પોતાનો ફોટો શેર કરીને માહિતી આપી હતી કે, ન્યુયોર્ક ઉપરાંત તેનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદ મ્યુઝિયમની અન્ય દેશોની શાખાઓમાં પણ મુકાવાનું છે. આ સાથે જ પ્રિયંકા ચોપરા બોલિવુડની પહેલી એવી અભિનેત્રી હશે, જેનું સ્ટેચ્યૂ મેડમ તુસાદના દરેક મ્યુઝીયમમાં હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp