‘2.0’ બાદ આ ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ફરી ધૂમ મચાવવા આવ્યો રજનીકાંત

PC: Youtube.com

જે ઉંમરમાં તમામ સ્ટાર્સ અથવા તો ચરિત્ર ભૂમિકાઓ નિભાવી રહ્યા છે અથવા અભિનય ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, તે ઉંમરમાં રજનીકાંત સતત સક્રિય છે. ‘કબાલી’, ‘કાલા’, ‘2.0’ બાદ 2019માં પણ રજનીકાંત ફેન્સ માટે ગિફ્ટ લઈને આવ્યા છે. પોંગલ વીકમાં તેની ફિલ્મ ‘પેટ્ટા’ રીલિઝ થઈ ગઈ છે. તેને ત્રણેય ભાષાઓ (તામિલ, તેલુગુ અને હિન્દી)માં રીલિઝ કરવામાં આવી છે. મુવીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા લીડ રોલમાં છે. મુવીને ફેસ્ટિવ વીકનો ફાયદો મળશે.

‘પેટ્ટા’ એક ગેંગસ્ટર ડ્રામા મુવી છે. ફિલ્મ કાર્તિક સુબ્બારાવે ડિરેક્ટ કરી છે. પેટ્ટા 1980-90 એરાના બેકગ્રાઉન્ડ પર બની છે. ફિલ્મમાં રજનીકાંત 90sના ગેટઅપમાં દેખાય છે. તેનો જે લુક છે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. YouTube પર મુવીનું ટ્રેલર હજુ પણ ટ્રેન્ડમાં છે. હવે જોવું એ રહ્યું કે, ‘પેટ્ટા’ને પણ દર્શકો ‘2.0’ જેવો જ રિસ્પોન્સ આપે છે કે નહીં. આ સાઉથ ઈન્ડિયન મુવીમાં હિટ થવા માટેના તમામ મસાલાઓ છે. તેમાં એક્શન, રોમાન્સ, ડ્રામા, કોમેડીની ફ્લેવર સામેલ છે. 2.0ના હિન્દી વર્ઝને રેકોર્ડતોડ કમાણી કરી હતી. અન્ય ભાષાઓમાં પણ ‘2.0’ની કમાણીએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા.

રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ મુવીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેઓ ફિલ્મને બ્લોકબસ્ટર જણાવી રહ્યા છે. ફેન્સનું કહેવુ છે કે, આ ફિલ્મને પોંગલ માટે એન્ટરટેઈનર સાબિત થશે. ‘પેટ્ટા’માં રજનીકાંતના યંગ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

First Look of #SingaarSingh in #PETTA @sunpictures @karthiksubbaraj

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp