પ્રિયા પર રિશિ કપૂરે આપ્યું નિવેદન, તમે પણ હસી પડશો

PC: facebook.com/BollywoodDunia

પોતાની ડેબ્યૂ ફિલ્મના પહેલા સોંગની અમુક સેકેન્ડની ક્લિપથી ઈન્ટરનેટ પર રાતોરાત સ્ટાર બની ગયેલી પ્રિયા પ્રકાશ વારિયર મુદ્દે બોલિવુડના દિગ્ગજ અભિનેતા રિશિ કપૂરે પણ નિવેદન આપ્યું છે. રિશિ કપૂરે શુક્રવારના રોજ રાત્રે એક ટ્વીટ કરીને લખ્યું ગતું કે, હું ભવિષ્યવાણી કરું છું કે, આ છોકરીની સ્ટારડમ ખૂબ જ વિશાળ હશે. પ્રિયા વારિયર અભિવ્યક્તિપૂર્ણ, શરમાળ અને નટખટની સાથે માસૂમ પણ છે.

રિશિ કપૂરે વધુમાં લખ્યું હતું કે, મારી પ્યારી પ્રિયા, તારીા કારણે મારી પેઢીની બીજી અભિનેત્રીઓ પરેશાન થવાની છે. ઈશ્વર તારા પર કૃપા બનાવી રાખે અને મારી શુભકામના તારી સાથે છે. તેમણે મજાકમાં એમપણ લખ્યું હતું કે, મારા સમયમાં તમે કેમ ન આવ્યા? રિશિ કપૂરે પ્રિયા પ્રકાશની તસવીર પણ શેર કરી હતી. પ્રિયા વિશે તમને જણાવી દઈએ કે 'પિંક' ફિલ્મના દિગ્દર્શક અનિરુદ્ધ રાય ચૌધરીએ એક પ્રોજેક્ટ માટે પ્રિયાને ઓફર આપી હતી, પરંતુ પ્રિયાએ તેને ફગાવી દીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp