26th January selfie contest

સંજય દત્ત સાથે હતું ટીના મુનીમનું અફેર, આ કારણે થયા અલગ

PC: indiatoday.com

ટીના મુનીમ 80ના દાયકામાં બોલિવુડની ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ હતી. 1978માં તેણે દેવ આનંદની ફિલ્મ ‘દેશ પરદેશ’થી પોતાના બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે દેવ આનંદ સાથે ઘણી ફિલ્મોમાં દેખાઈ હતી. તેને સૌથી વધુ પોપ્યુલારિટી ઋષિ કપૂરની ઓપોઝીટ ‘કર્જ’ અને સંજય દત્તની ઓપોઝીટ ‘રોકી’ ફિલ્મથી મળી. ‘રોકી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય સાથે તેના અફેરની ચર્ચાઓ હતી. બાદમાં ટીનાએ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના નાના દીકરા અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા.

ફેબ્રુઆરી, 1991માં ટીનાએ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. તેને બે દીકરા અનમોલ અને અંશુલ છે. 1981માં ફિલ્મ રોકીના શૂટિંગ દરમિયાન ટીના અને સંજય દત્તની વચ્ચે રોમાંસની ચર્ચાઓ હતી. બંને એકબીજાને ડેટ પણ કરતા હતા, પરંતુ કહેવાય છે કે સંજયના નશા અને ડ્રગ્સની લતને કારણે આ સંબંધનો અચાનક અંત આવી ગયો.

સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે પણ તેના અફેરની અફવાઓ ઉડી હતી. યાસિર ઉસ્માન દ્વારા સંજય દત્ત પર લખવામાં આવેલી વિવાદિત બાયોગ્રાફી ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવુડ બેડ બોયમાં જણાવ્યા અનુસાર, બ્રેકઅપ બાદ સંજય દત્તે ઘણી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ બુકમાં જણાવ્યા અનુસાર, 1982માં એક સાંજે સંજય દત્તના પડોસી બંદૂક ચલાવવાનો અવાજ સાંભળીને ચોંકી ગયા હતા. સંજય દત્તે પોતાના ઘરે હવામાં 22 બોરની રાયફલ લહેરાવી હતી. થોડી જ મિનિટોમાં પડોશીઓ ત્યાં ભેગા થઈ ગયા હતા.

ટીના સાથે બ્રેકઅપ બાદ સંજય બેચેન થઈ ગયો હતો. આથી, તેણે ઓપન ફાયર કરવા ઉપરાંત, તોડફોડ પણ કરી હતી. જણાવી દઈએ કે, સંજય દત્તે આ વાતનો ઈનકાર કર્યો હતો અને તેને પાયા વિહોણી ગણાવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp