IPL મેચમાં પોતાની હમશકલ જોઈને શ્રદ્ધા કપૂર થઈ કન્ફ્યુઝ, ફરક કરવો મુશ્કેલ

PC: navbharattimes.indiatimes.com

બોલિવુડના ઘણા સ્ટાર્ના હમશકલ તમે જોયા હશે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયોઝ વાયરલ થતા રહે છે. શાહરુખ ખાન, સલમાન ખાન, કેટરીના કૈફ અને ઐશ્વર્યા રાય સહિત અન્યના કાર્બન કોપી સામે આવી ચૂકી છે. આ દરમિયાન શ્રદ્ધા કપૂર જેવી દેખાતી એક છોકરીની તસવીર શેર કરવામાં આવી રહી છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચ દરમિયાન એક છોકરીને બધાનું ધ્યાન ખેચ્યું છે. તે IPL મેચ જોવા પહોંચી હતી, જ્યાં કેમેરાની નજર પડી અને લોકોએ તેની તુલના શ્રદ્ધા કપૂર સાથે કરી દીધી.

11 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે મેચ રમાઈ હતી. આ દરમિયાન એક છોકરીને કેમેરાએ કેદ કરી. તેણે વ્હાઇટ કલરનો કૂર્તો પહેરી રાખ્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ચહેરાની બનાવટથી લઈને તેની સ્માઈલ પણ શ્રદ્ધા કપૂર જેવી જ છે. તસવીર વાયરલ થઈ તો એક્ટ્રેસે પણ આ ન્યૂઝને પોસ્ટ કર્યા. શ્રદ્ધા કપૂરની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ મજેદાર હોય છે. તેણે એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં લખ્યું હતું કે, IPL મેચ દરમિયાન શ્રદ્ધા કપૂરની હમશકલે બધાનું ધ્યાન ખેચ્યું.

 
 
 
View this post on Instagram

A post shared by Pragati♡ (@pragati_nagpal)

આ ન્યૂઝ રિપોર્ટ સાથે શ્રદ્ધા પણ હેરાન જેવી થઈ અને તેણે લખ્યું કે અરે હું જ તો છું. આગળ તેણે સ્માઇલી ઇમોજી બનાવી. શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીની વાત કરીએ તો તેનું નામ પ્રગતિ નાગપાલ છે. તેણે એક્ટ્રેસની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને પોતાના અકાઉન્ટ પર ફરીથી શેર કરી છે. પ્રગતિએ શ્રદ્ધાને પોતાની સાથે એક મેચ જોવા માટે કહ્યું અને એક પોલ ઉપર, તેણે GIFનો પણ ઉપયોગ કર્યો, જેમાં કોમેડી ફિલ્મ 'અંદાજ અપના અપના'નો એક ડાયલોગ છે. તેમાં પરેશ રાવલ એમ કહે છે કે માર્ક ઇધર હૈ, તેજા મેં જાઉ' જો કે, એક્ટ્રેસે અત્યાર સુધી પ્રગતિની સ્ટોરીનો જવાબ આપ્યો નથી.

શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ 'તું ઝૂઠી મેં મક્કાર' હતી. તેમાં તેની જોડી રણબીર કપૂર સાથે હતી. એક્ટ્રેસની આગામી હોરર કોમેડી 'સ્ત્રી 2'ની રીલિઝની બધા રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી છે. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસની સોશિયલ મીડિયા પર ખૂબ ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 8.8 કરોડ કરતા વધુ લોકો ફોલો કરે છે. તો પ્રગતિ નાગપાલની વાત કરીએ તો તેના ઇન્સ્ટાગ્રામ પર 166K ફોલોરસ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp