ન નિકાહ, ન સાત ફેરા થાય, તો અંતે કેવી રીતે થશે સોનાક્ષી અને ઝહીરના લગ્ન?

PC: timesnownews.com

બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાના લગ્ન એક્ટર ઝહીર ઇકબાલ સાથે જલદી જ થવાના સમાચાર જોરો પર છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ અલગ અલગ ધર્મથી સંબંધ ધરાવે છે. એવામાં ફેન્સ એ જાણવા માગે છે કે કપલ કયા રીત રિવાજથી લગ્નના બંધનમાં બંધાશે. સોનાક્ષી સિંહા દિગ્ગજ એક્ટર અને પોલિટિશિયન શત્રુધ્ન સિંહાની દીકરી છે. તેનો સંબંધ હિન્દુ પરિવારથી છે અને ઝહીર ઇકબાલ મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એવામાં લોકો આ અસમંજસમાં છે કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ નિકાહ કરશે કે પછી 7 ફેરા લઈને લગ્નના બંધનમાં બંધાશે. આવો તમને અમે જણાવીએ કે, કપલ કઇ પરંપરાથી લગ્ન કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે, રૂમર્ડ કપલ સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ ન તો ઈસ્લામિક પરંપરા મુજબ નિકાહ કરશે અને ન તો હિન્દુ રીત રિવાજથી 7 ફેરા લેશે, પરંતુ કપલ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નના બંધનમાં બંધાશે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં 7 ફેરા અને નિકાહની જરૂરિયાત હોતી નથી. તેમાં બસ મેજિસ્ટ્રેટ સામે સાઇન કરવાની જરૂરિયાત હોય છે. સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ વર્ષ 2022ની ફિલ્મ ‘ડબલ XL’માં એક સાથે કામ કરવામાં આવ્યું હતું. પર્દા પર ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી નજરે પડ્યા બાદ હવે રિયલ લાઇફમાં પણ કપલ એક બીજાને ડેટ કરી રહ્યા છે.

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ક્યારેય પોતાના રિલેશનશીપને સત્તાવાર જાહેર કરી નથી. જો કે, કપલ મોટા ભાગે એક સાથે ટાઇમ સ્પેન્ડ કરતું નજરે પડે છે. તો બંને સોશિયલ મીડિયા પર પણ ખૂલીને પોતાની સાથે લીધેલી તસવીરો પોસ્ટ કરતા રહે છે. હવે સમાચાર છે કે સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ 23 જૂનના રોજ રજિસ્ટર્ડ મેરેજ એક્ટ હેઠળ એક થવા જઇ રહ્યા છે. લોકોને આ બધી વાતો સાંભળીને મજા આવી રહી છે તો ઠીક છે, પરંતુ સોનાક્ષી અને ઝહીરના લગ્નનો કાર્ડ પણ લીક થયો છે.

લીક થયેલા લગ્નના કાર્ડ પર એ મેન્શન કરવામાં આવ્યું છે કે મુંબઈના રેસ્ટોરાં બાસ્ટિયનમાં એક ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવશે. એક્ટ્રેસના મિત્રો મુજબ, સોનાક્ષી તેને એકદમ સિક્રેટ રાખવા માગે છે, એટલે તેણે તેની સાથે જોડાયેલી વધુ જાણકારી કોઈ સાથે શેર કરી નથી, પરંતુ તે બાસ્ટિયનમાં સેલિબ્રેશન માનવવાના હશે. રિપોર્ટ્સ મુજબ ભલે સોનાક્ષી પોતાના લગ્નને લઈને કોઈ જાણકારી શેર ન કરી રહી હોય, પરંતુ પોતાના ખાસ દિવસને શાનદાર બનાવવા માટે તે સતત કામ કરી રહી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ આ દિવસ માટે તૈયારી કરી રહી છે. એક્ટ્રેસે પોતાના લગ્નને સાદગી નજીક રાખવાનો પ્રયાસ કર્યો છે. એટલે તેણે લગ્નમાં સામેલ થનાર મહેમાનો માટે ડ્રેસ કોડ પણ રાખો છે. લીક થયેલા કાર્ડ પર પણ લખ્યું છે કે મહેમાનોએ ફેસ્ટિવ અને ફોર્મલ કપડાઓમાં આવવાનું છે અને લાલ કપડાઓ માટે સ્પષ્ટ ના પાડવામાં આવી છે. એવામાં બની શકે કે સોનાક્ષી રેડ લેહંગો પહેરવાની છે જેના કારણે તે ગેસ્ટને રેડ પહેરવાની ના પાડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp