પુષ્પા-2 ફિલ્મ બનાવનાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેમ છોડવા માંગે છે? કારણ અટપટું

PC: m.bollywood.punjabkesari.in

ફિલ્મ 'પુષ્પા 2' ઘણા સમયથી ચર્ચામાં છે. રિલીઝ પહેલાથી લઈને અત્યાર સુધી આ ફિલ્મ વિશે દરેક પ્રકારની વાતો સાંભળવા મળે છે. હાલના દિવસોમાં એક તરફ ફિલ્મ પોતાની સફળતાને લઈને હેડલાઈન્સ બનાવી રહી છે, તો બીજી તરફ ફિલ્મના પ્રીમિયર વખતે થયેલી નાસભાગનો વિવાદ ચર્ચામાં છે. આ દરમિયાન હવે ફિલ્મના ડાયરેક્ટર સુકુમારે પણ કહ્યું છે કે, તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી રહ્યા છે, જેના કારણે ફેન્સ ચોંકી ગયા છે. તો ચાલો જાણીએ કે આ આખો મામલો શું છે?

ખરેખર, તાજેતરમાં જ ફિલ્મ 'પુષ્પા 2'ના નિર્દેશક સુકુમાર તેમની આગામી ફિલ્મ 'ગેમ ચેન્જર'ના પ્રમોશનલ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. સુકુમારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે 'ગેમ ચેન્જર' લીડ હીરો રામ ચરણ પણ સુકુમાર સાથે બેઠો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સુકુમારને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, એવી કઈ વસ્તુ છે કે જેને તમે છોડવા માંગો છો? આના પર સુકુમાર કહે છે સિનેમા. ડાયરેક્ટરનો આ જવાબ સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે અને રામ ચરણ પણ આના પર ચોંકાવનારી પ્રતિક્રિયા આપે છે. જો કે આ પછી રામ ચરણ વીડિયોમાં માઈક લઇ લેતો જોવા મળે છે અને સુકુમારના આ દાવાને નકારતો જોવા મળે છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, શું તમે અલ્લુ અર્જુનના કારણે આવું કરી રહ્યા છો? અન્ય એક યુઝરે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, હાલ જે કંઈ રહ્યું છે તેનાથી કદાચ તેઓ નારાજ છે. ત્રીજા યુઝરે કહ્યું કે, ટોલીવુડ તમને ક્યારેય નહીં છોડે, કારણ કે તમે અહીં માટે વધુ સારી ફિલ્મો બનાવો છો. વીડિયો જોયા પછી યુઝર્સ આ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર વખતે થયેલી નાસભાગનો મામલો હજુ ઉકેલાયો નથી. અલ્લુ અર્જુન આ કેસમાં ફસાઈ ગયો છે. તાજેતરમાં જ પોલીસ દ્વારા અભિનેતાને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો, પરંતુ ત્યાર પછી અભિનેતાને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp