સ્વરા ભાસ્કરે મુંબઈ પોલીસને કરી હેરેસમેન્ટની ફરિયાદ, પોલીસે તરત જ આપ્યો આ જવાબ

PC: nstagram.com

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે. પોતાના ટ્વિટ્સ દ્વારા તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. કોઈકને જવાબ આપવાનો હોય કે પછી પોતાની વાત કહેવાની હોય, સ્વરા નિર્ભય થઈને પોતાના વિચારો જણાવે છે. પરંતુ હાલમાં જ એક્ટ્રેસ સાથે કંઈક એવું થયું કે તેણે મુંબઈ પોલીસને રિક્વેસ્ટ કરી કે તેઓ આ મામલામાં તપાસ કરે.

રિપોર્ટ અનુસાર, દીપક તિવારી નામના એક વ્યક્તિએ સ્વરા સાથે એક ટ્વિટ દ્વારા ખૂબ જ અભદ્રભાષામાં વાત કરી હતી. તેણે એક્ટ્રેસ માટે ઘણા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ જોયા બાદ સ્વરાએ તરત જ મુંબઈ પોલીસને ટેગ કરીને તેનો જવાબ લખ્યો. સ્વરાએ લખ્યું, પાગલ, ગર્વિત, ભાગ્યશાળી રાષ્ટ્રવાદી અને હિંદુ, પોતાના શબ્દો દ્વારા પોતાનું અને ધર્મ અને રાષ્ટ્રને શર્મસાર કરી રહ્યા છો. મને લાગે છે કે, આ ઉત્પીડન છેડછાડ છે. પોતાના આ ટ્વિટમાં સ્વરા ભાસ્કરે મુંબઈ પોલીસને ટેગ કરી હતી.

સ્વરાના આ ટ્વિટ બાદ મુંબઈ પોલીસ તરત જ એક્ટિવ થઈ ગઈ અને તેણે એક્ટ્રેસને રિપ્લાય કર્યો. મુંબઈ પોલીસે એક્ટ્રેસના ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું, અમે તમને ફોલો કરી રહ્યા છીએ. તમારો નંબર અમને ઈનબોક્સ કરી દો અમે આ મામલાને પ્રાથમિકતાથી જોઈશું. ત્યારબાદ સ્વરાએ ફરી એક ટ્વિટ કર્યું, જેમાં તેણે મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કરતા તેમના વખાણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp