સામાન્ય જનતા જ નહીં સેલિબ્રિટી પણ વીજ બિલથી ચોંકી ગયા, તાપસીના બિલનો ફરક જુઓ

PC: mathrubhumi.com

બોલિવુડના સેલિબ્રિટીઓ શાહી જીવન જીવતા હોય છે. ફેન્સ પણ તેમની એ લાઈફસ્ટાઈલ જોઈને ઇમ્પ્રેસ થાય છે, પરંતુ શું તમે ક્યારેય આ સેલિબ્રિટીઓ વધારે બિલની ફરિયાદ કરતા સાંભળ્યા છે? તેમને પણ કોઈ બિલને જોઈને જોરદાર ઝટકો લાગે એમ ઓછું જ જોવા મળે છે. પરંતુ, આવુ તાપસી પન્નુ સાથે બન્યું છે. તેના ઘરનું વીજળીનું બિલ એટલું બધુ વધારે આવી ગયું, જેથી તે દંગ રહી ગઈ છે. એક્ટ્રેસને ઝટકો લાગ્યો અને તેણે ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી છે.

ભારે ભરખમ વીજળી બિલથી માત્ર સામાન્ય લોકોને જ નહીં, પરંતુ બોલિવુડ સેલિબ્રિટીઓને પણ જબરદસ્ત ઝટકો લાગે છે. બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુને વીજળીના બિલનો એવો ઝટકો લાગ્યો છે કે, તેણે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક્ટ્રેસે ટ્વીટ સાથે વીજળીના બિલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એક્ટ્રેસ તાપસી પન્નુએ અડાની ઈલેક્ટ્રિસિટીને ટેગ કરતાં લખ્યું કે, ‘લોકડાઉનના ત્રણ મહિના જ થયા છે અને મને આશ્ચર્ય એ વાતનું છે કે, છેલ્લા એક મહિનામાં મેં કયા કયા ઉપકરણો ઉપયોગ કર્યા છે કે હું શું ખરીદીને લાવી છું કે જેને કારણે મારા ઘરનું વીજળીનું બિલ આટલું મોટું આવ્યું છે? તમે કઈ રીતે અમારી પાસે વીજળીનું બિલ ચાર્જ કરી રહ્યા છો.

તાપસી પન્નુએ બીજા એક ટ્વીટમાં લખ્યું કે, ‘હવે એ અપાર્ટમેન્ટનું બિલ છે, જ્યાં કોઈ રહેતું નથી. અઠવાડિયામાં માત્ર એકવાર જવામાં આવે છે અને એ પણ માત્ર સાફ-સફાઈ માટે. પરંતુ હવે મને ચિંતા છે કે ક્યાંક એ એપાર્ટમેન્ટનો કોઈ ઉપયોગ તો નથી કરી રહ્યું ને, એ પણ અમને જણાવ્યા વિના. શું ખબર તમે અમને હકીકત જણાવી દીધી હોય.

તાપસી પન્નુએ ગયા વર્ષે ‘મિશન મંગલ’, ‘ગેમ ઓવર’, ‘બિલ્લા’, ‘સાંડ કી આંખ’ અને ‘થપ્પડ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ પાંચમાંથી ચાર ફિલ્મો વર્ષ 2019માં રીલિઝ થઈ. જ્યારે ‘થપ્પડ’ આ વર્ષે માર્ચમાં રીલિઝ થઈ હતી. આ વર્ષે માર્ચના અંતમાં બોક્સ ઓફિસ પર એક ફિલ્મ, ચાલી રહેલા કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશ વ્યાપી લોકડાઉનથી પ્રભાવિત થઈ હતી. તાપસી પન્નુએ આ બધી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ માટે પ્રશંસા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp