તારક મેહતા શોમાં એવું શું થયું કે દર્શકો થયા નારાજ, કરી રહ્યા છે ફરિયાદ

PC: iwmbuzz.com

ટીવીના ફેમસ કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે અને ઘણા વર્ષોથી તે લોકોનો ફેવરિટી ટીવી શો બની રહ્યો છે. આ શો દરરોજ કોઈક ને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. ટીવી શોઝના ટીઆરપીના લિસ્ટમાં પણ આ શો ઘણીવાર ટોપ-5માં પોતાની જગ્યા બનાવી ચુક્યો છે. પરંતુ હવે આ શોનો જાદુ દર્શકો પર ઓછો થતો દેખાઈ રહ્યો છે, અને એટલું જ નહીં પરંતુ આ શોના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો લખવાનું શરૂ કરી દીધુ છે.

હાલમાં જ આ શોમાં કેટલાક એવા બદલાવો આવ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા દર્શક આ શોને લઈને ફરિયાદો કરતા દેખાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોની ક્વોલિટી હવે પહેલા જેવી નથી રહી. એટલું જ નહીં પરંતુ, લોકોએ સીરિયલના ડાયરેક્ટરને ટેગ કરતા પોતાની ફરિયાદો પોસ્ટ કરી છે.

શોના દર્શકોની ફરિયાદોની વાત કરીએ તો, એક દર્શકે ટ્વીટ કરતા લખ્યું હતું કે, આ શો કોમેડીના મામલામાં હવે પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે... કોઈ સ્ટેટમેન્ટ અને સીન વારંવાર રિપીટ કરવાની આદત જ્યારે કોઈ નવું ગ્રુપ જોઈન કરે છે... ખૂબ જ ખરાબ રીત છે ચ્યૂઈંગ ગમ બનવાની... quit?

આ ઉપરાંત, એક યુઝરે કહ્યું છે કે, આ શોના કેરેક્ટર્સના જીવન સેમ ટૂ સેમ જોઈને હવે કંટાળી ગયા છીએ, અમે આ કેરેક્ટર્સના જીવનમાં કેટલાક બદલાવો ઈચ્છીએ છીએ, જેમકે, પોપટલાલના લગ્ન કે પછી તારક અને ઐય્યરના બાળકો.

એક ફેને તો ફરિયાદ કરતા લખ્યું હતું કે, આ શોનું નામ બદલી નાંખવું જોઈએ. કારણ કે, તેમાં હાસ્ય નથી. જે દિવંગત શ્રી તારક મેહતાજી પોતાની વાર્તાઓમાં દર્શાવતા હતા. સામાજિક જાગૃતતાના નામ પર તમે કોમેડી મિસ કરી રહ્યા છો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના દર્શકોની ફરિયાદ બાદ હવે જોવુ એ રહ્યું કે, દર્શકોની ફરિયાદની શોના મેકર્સ પર કેટલી અસર થાય છે. શોમાં કેટલાક બદલાવો થશે કે નહીં? એ તો આવનારો સમય જ જણાવશે, પરંતુ એ વાત તો નક્કી છે કે આ શોને લોકો એટલો બધો પસંદ કરે છે કે, તેમાં જરા પણ કંટાળાજનક કન્ટેન્ટ આવતા જ લોકો ચિંતિત બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp