અમિત શાહને 'દેશના હનુમાન' કહી વરુણ ધવને પૂછ્યો- રામ અને રાવણ વચ્ચેનો તફાવત
બોલિવૂડ એક્ટર વરુણ ધવન તેની પહેલી વેબ સિરીઝ 'સિટાડેલ: હની બન્ની'ની સફળતા પછી તેની આગામી એક્શન ફિલ્મ 'બેબી જોન' માટે હેડલાઇન્સમાં છવાયેલો છે. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેતા એક મીડિયા ઈવેન્ટમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયો હતો. જ્યાં તેણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ઘણા રસપ્રદ પ્રશ્નો પૂછ્યા, જેમાંથી એક સવાલે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આટલું જ નહીં વાયરલ થઈ રહેલા આ સવાલનો અમિત શાહે ખૂબ જ મજાનો જવાબ પણ આપ્યો. જે હવે વાયરલ થઇ રહ્યો છે.
તેનો જવાબ સાંભળ્યા પછી ખુદ વરુણ ધવન પણ તેમના વખાણ કરતા રોકી શક્યો નહીં. આ કાર્યક્રમ દરમિયાન તેમણે અમિત શાહને 'દેશના હનુમાન' ગણાવ્યા હતા. હકીકતમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બોલિવૂડ અભિનેતા વરુણ ધવને શનિવારે એક મીડિયા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટ દરમિયાન વરુણે એક રિપોર્ટરની જેમ અમિત શાહને કેટલાક પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન અમિત શાહે વરુણને મજાકમાં કહ્યું કે, 'આ લોકોની જેમ પત્રકાર ન બની જતો.' વરુણે હસીને જવાબ આપ્યો, 'ના સર.'
Amit Shaji is the ‘Hanuman’ of our country, serving the nation selflessly- Varun Dhawan pic.twitter.com/aCQ8N70T0G
— BALA (@erbmjha) December 14, 2024
આ પછી વરુણે કહ્યું, 'તમે જે કહ્યું તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. મારે માત્ર એક જ પ્રશ્ન પૂછવો હતો કે, ભગવાન રામ અને રાવણ વચ્ચે સૌથી મોટો તફાવત શું હતો?' તેમના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે, 'કેટલાક લોકો ધર્મને પોતાની જવાબદારી માનીને કામ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાના ફાયદા પ્રમાણે ધર્મને સમજે છે. રામ અને રાવણ વચ્ચે આ જ તફાવત છે. રામે પોતાનું જીવન ધર્મ પ્રમાણે જીવન જીવ્યું, જ્યારે રાવણે પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો.'
આ પછી વરુણે કહ્યું, 'એક સમયે મને લાગતું હતું કે, રાવણને જ્ઞાનનો અહંકાર હતો, જ્યારે ભગવાન રામને અહંકાર શું છે તેનું જ્ઞાન હતું. આ પછી અમિત શાહે કહ્યું કે, આ બંને અહંકારની વ્યાખ્યામાં આવે છે. આ પછી વરુણે કહ્યું, 'મેં તમને TV પર ઘણી વાર જોયા છે, પરંતુ આજે હું તમને પહેલીવાર લાઈવ જોઈ રહ્યો છું. કેટલાક લોકો તમને રાજકારણના ચાણક્ય કહે છે, પરંતુ હું કહું છું કે, તમે અમારા હનુમાન છો, જે કોઈ પણ સ્વાર્થ વગર દેશની સેવા કરી રહ્યા છે.' તેમની આ વાતચીતને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
વરુણ ધવનની નવી ફિલ્મ 'બેબી જોન' વિશે વાત કરીએ તો, તે એક ડાર્ક થ્રિલર ફિલ્મ છે, જે 25 ડિસેમ્બર, 2024ના રોજ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને સાઉથ ડાયરેક્ટર એથલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ જેવા મહાન કલાકારો જોવા મળશે. આ સિવાય સલમાન ખાન પણ ફિલ્મમાં નાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે, તેઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે વરુણ ધવનની ફિલ્મ આવી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, સ્પષ્ટ છે કે વરુણ ધવન ખુશામત કરી રહ્યો છે, તેની ફિલ્મ પણ આવી રહી છે. જ્યારે, અન્ય એક યુઝરે લખ્યું કે, આ બધું ફિલ્મ પ્રમોશન છે. જ્યારે, ત્રીજા યુઝરે લખ્યું કે, 'બેબી જોન ફિલ્મ આવી રહી છે. માહિતી પૂરી થઈ ગઈ, બાકી તમે ખુદ સમજદાર છો.' જો કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વરુણની આ ટિપ્પણીના વખાણ પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp