26th January selfie contest

ઢીંચાક પૂજાનું નવું સોંગ સાંભળી લોકો બોલ્યા- 2020 હજુ શું-શું દેખાડશે, જુઓ સોંગ

સેલ્ફી મેને લે લી આજ ગીતથી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ઢીંચાક પૂજા ફરીથી નવું ગીત લઈને દર્શકો સમક્ષ આવી છે. તેણે આ ગીત દૈનિક કાર્યોને જોડીને બનાવ્યું છે. ઢીંચાક પૂજાના આ ગીતનું નામ રોજ-રોજ કા કામ છે. આ ગીતને સાંભળ્યા અને જોયા બાદ સોશિયલ મીડિયા પર ઢીંચાક પૂજાની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. ઢીંચાક પૂજાના આ ગીત પર યુઝર્સ વિવિધ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે અને સાથે જ મીમ્સ પણ બનાવી રહ્યા છે.

ઢીંચાક પૂજાએ આ ગીતને પોતાની Youtube ચેનલ પર પોસ્ટ કર્યું છે. વીડિયોને અત્યારસુધીમાં 1 લાખ કરતા વધુ વ્યુઝ મળી ચુક્યા છે. આ ગીતમાં સવારથી રાત સુધીના કામને દર્શાવવામાં આવ્યા છે. ઢીંચાક પૂજાના નવા ગીતના બોલ કંઈક આ પ્રમાણે છે...

સુબહ ઉઠતે હૈ હેમ, બ્રશ કરતે હૈ હેમ

ફિર ખાતે હૈ હમ, ફિર જાતે હૈ હમ

ચાય બનાતે હૈ હમ, ઉસે પીતે હૈ હમ

નહાતે હૈ હમ, ફિર તૈયાર હોતે હૈ હમ.

ઢીંચાક પૂજાનું આ ગીત લોકોને જરા પણ પસંદ નથી આવી રહ્યું. ઢીંચાક પૂજાનું ગીત સેલ્ફી મૈને લેલી આજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયુ હતું. ત્યારબાદ તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. ટીવીના સૌથી પોપ્યુલર શો બિગ બોસમાં પણ તેને બોલાવવામાં આવી હતી. ઢીંચાક પૂજાએ બિગબોસમાં પણ ગીત બનાવ્યું હતું, જેને ટ્વીટર પર ખૂબ જ શેર કરવામાં આવ્યું હતું. બિગબોસમાં ગયા બાદ તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી. ઢીંચાક પૂજા વર્ષ 2017માં બિગબોસની સિઝન 11માં દેખાઈ હતી. ત્યારબાદ પૂજા કલર્સ ટીવીના જ શો એન્ટરટેઈન્મેન્ટ કી રાતમાં પણ દેખાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp