26th January selfie contest

શાહરૂખે કેન્સરના દર્દીના ચાહક માટે જે કર્યું તે ઇન્ટરનેટ પર દિલ જીતી રહ્યું છે

PC: etvbharat.com

શિવાની ચક્રવર્તી 60 વર્ષની કેન્સરની દર્દી છે. તે લાંબા સમયથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. શિવાનીને ફિલ્મોનો શોખ છે. શરૂઆતથી જ તે શાહરૂખ ખાનને ખૂબ પસંદ કરે છે. ટર્મિનલ કેન્સરનો ભોગ બનેલી શિવાનીની છેલ્લી ઈચ્છા શાહરૂખને મળવાની હતી. તે તેમને પોતાના હાથથી બનાવેલી રસોઈ તેમને ખવડાવવા માંગે છે. શાહરૂખે તેની ઈચ્છા લગભગ પૂરી કરી દીધી છે. તેણે શિવાની સાથે વીડિયો કોલ પર વાત કરી. નાણાકીય મદદનું વચન આપ્યું હતું. આ સાથે તેણે આશ્વાસન પણ આપ્યું કે તે તેના દ્વારા બનાવેલું ભોજન ચોક્કસ ખાશે.

શિવાની ચક્રવર્તી પશ્ચિમ બંગાળના ખરદાહ જિલ્લાની રહેવાસી છે. તેના રૂમની દિવાલ શાહરૂખ ખાનની તસવીરોથી ઢંકાયેલી છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે કહ્યું હતું કે, 'હું મારા છેલ્લા દિવસો ગણી રહી છું. ડૉક્ટરોએ કહ્યું છે કે, હું લાંબું જીવીશ નહીં. મારી એક જ ઈચ્છા છે. તમે તેને મારી છેલ્લી ઈચ્છા પણ કહી શકો. એટલે કે, હું મારા મૃત્યુ પહેલા શાહરૂખ ખાનને મળવા માંગુ છું. હું તેમને મારી સામે જોવા માંગુ છું.'

શિવાની શાહરૂખને પોતાના હાથે બનાવેલું બંગાળી ખાવાનું ખવડાવવા માંગે છે. શાહરુખની ફ્રેમ કરેલી તસવીરને તેના પાલવથી લૂછીને તે કહે છે, 'હું તેના માટે તે જ ખાવાનું બનાવવા માંગુ છું, જે આપણે ઘરે રોજ ખાઈએ છીએ. તે બંગાળને ખૂબ પ્રેમ કરે છે. તેથી જ હું આશા રાખું છું કે, હું તેમના માટે ઘર માટે જે ખાવાનું બનાવીશ તે ભોજન તેઓને ગમશે.'

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે શાહરૂખને મળવા પર શું કહેશે, તો શિવાનીએ કહ્યું, 'હું તેને મારી દીકરીને આશીર્વાદ આપવા કહીશ. હું તેને જોઈને એ સમજવા માંગુ છું કે, આટલો મોટો સ્ટાર હોવા છતાં તે કેવી રીતે જમીન સાથે જોડાયેલા છે.

શિવાનીની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જ્યારે આ સમાચાર ઉડતા ઉડતા શાહરૂખ ખાન સુધી પહોંચ્યા, તો તેણે શિવાનીની ઈચ્છા પૂરી કરી. તેણે શિવાનીને વીડિયો કોલ કર્યો. 40 મિનિટ સુધી તેની સાથે વાત કરી. અંતે તેણે શિવાનીને આર્થિક મદદ કરવાની વાત પણ કરી. જેથી શિવાનીને કેન્સર સામે લડવામાં મદદ મળી શકે.

મીડિયાના સૂત્રોએ શિવાની ચક્રવર્તીની પુત્રી પ્રિયા સાથે વાત કરી હતી. શાહરૂખના વીડિયો કોલની સાબિતી આપતા પ્રિયાએ કહ્યું, 'શાહરુખ મારી માતાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરશે.તેમણે વીડિયો કોલ પર માતા માટે પ્રાર્થના પણ વાંચી.'

પ્રિયાએ જણાવ્યું કે શાહરૂખે વચન આપ્યું છે, કે તે કલકત્તા આવશે. તેમના ઘરે ભોજન કરશે. પ્રિયાના કહેવા પ્રમાણે, 'શાહરૂખે મારી માતાને વચન આપ્યું છે કે, તે મારા લગ્નમાં આવશે. અમારા ઘરે બનાવેલી ફિશ કરી ખાશે. શર્ટ એટલી કે, જો તેમાં હાડકાં ન હોય તો.

આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખે તેના કોઈ પ્રિય વ્યક્તિની ઈચ્છા પૂરી કરી હોય. અગાઉ તેણે અરુણા PK નામની મહિલા માટે આ કામ કર્યું છે. અરુણાનું 2017માં કેન્સરને કારણે અવસાન થયું હતું. તેની પણ છેલ્લી ઈચ્છા શાહરૂખ ખાનને એકવાર મળવાની હતી. શાહરૂખે તેના માટે એક વીડિયો મેસેજ રેકોર્ડ કરીને મોકલ્યો હતો. જ્યારે તે હોસ્પિટલમાં હતી, ત્યારે તેની સાથે ફોન પર પણ વાત કરી હતી.

શાહરૂખ ખાન છેલ્લે 'પઠાણ'માં જોવા મળ્યો હતો. હવે તેની નવી ફિલ્મ 'જવાન' આવી રહી છે. આ દિવસોમાં શાહરૂખ 'ટાઈગર 3' માટે સલમાન ખાન સાથે કેમિયો શૂટ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp