Notification

Favourite List

સ્વતંત્ર દિન પૂર્વે જેઠાલાલની ડાગળી કેમ ચસકી

13 Aug, 2017
01:31 AM
PC: khabarchhe.com

ગોકુળધામ સોસાયટીમાં ધ્વજ ફરકાવવા માટે દરેક પોતપોતાનો દાવો આગળ કરી રહ્યા હતા ત્યારે મહિલા મંડળે પણ ધ્વજ વંદન માટે ક્લેમ કર્યો. આખરે લકી ડ્રો કાઢવાનું નક્કી થયું અને એમાં બબિતા દ્વારા કરાયેલા ડ્રોમાં જેઠાલાલનું નામ આવ્યું ત્યારે તેઓ સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા. પણ હાયરે નસીબ...

જેઠાલાલે ધ્વજ વંદન કરવા નવો ડ્રેસ સીવડાવ્યો, સગાસંબંધીને બોલાવ્યા અને ખાસ ફોટોગ્રાફર્સને પણ આમંત્રણ આપ્યું. તો ધ્વજ લાવવાની જવાબદારી ઐયરને સોંપાઈ. પરંતુ રસ્તામાં ચાલતા પોલીસના ચેકિંગથી ગભરાઈ ઐયર ધ્વજ રિક્ષામાં જ ભૂલી આવતો રહ્યો. ધ્વજ વંદન સમયે આ વાતની જાણ થઈ કે ફરી ગોકુલધામમાં જેઠાલાલ-ઐયર વચ્ચે જંગ ફાટી નીકળ્યો. 9 ઓગસ્ટથી શરૂ થયેલો આ જંગ 18 ઓગસ્ટ સુધી દર્શકોનું મનોરંજન કરતો રહેશે.