કેન્દ્રીય બજેટમાં કરદાતાઓને રાહત મળશે કે ટેક્સનો ભાર વધશે?

PC: cloudfront.net

કેન્દ્રીય બજેટ 2019-20 આવતાં મહિનાના પહેલા જ સપ્તાહમાં રજૂ કરવામાં આવશે અને આ બજેટથી પણ સામાન્ય ટેક્સપેયરને રાહત મળવાની સંભાવના દેખાઇ રહી છે. પ્રક્રિયાના જાણકાર લોકોનું કહેવું છે કે સરકાર દેશની અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાં માટે આ પગલા લેવાનો વિચાર કરી રહી છે.

એક અહેવાલ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમન પોતાના પહેલા બજેટમાં સામાન્ય પગારદાર અને કામદારો માટેની કરમુક્તિની સીમાને વધારવાનો નિર્ણય લઇ શકે છે. કરમુક્તિ સીમાને 2,50,000 રૂપિયા પ્રતિવર્ષથી વધારીને 3,00,000 રૂપિયા પ્રતિ વર્ષ કરી શકે છે. જો કે ટેક્સ સાથે સંકળાયેલા મુદ્દાઓને હજી અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી.

ટેક્સમાં છૂટ આપવાને લીધે અર્થ વ્યવસ્થા પર ભાર પડશે, જેની વૃદ્ધિ એમ પણ દરવર્ષે ઓછી થતી જાય છે. આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં GDP 5.8 પર જઇને છેલ્લા પાંચ વર્ષના સૌથી નીચલા સ્તર પર પહોંચી છે. ટેક્સમાં છૂટ આપવાના પ્રસ્તાવથી દેશના પાંચ કરોડ કરદાતાઓમાંથી પ્રત્યેકને ઓછામાં ઓછું 2,500 રૂપિયાની બચત થશે. જો કે બજેટને લઇને ખોટમાં વધારો થશે જેને લીધે 2019-20 દરમિયાન GDP 3.4 ટકા રહેવાનું અનુમાન છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયની કલમ 80 સી હેઠળ રોકાણ અને બચત માટે કરમુક્તિ સીમા વધારવાનો વિચાર કરી રહી છે. ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80-C હેઠળ હાલ 1,50,000 રૂપિયા પ્રતિવર્ષ સુધીની રકમ કરમુક્ત હોય છે. નાણાં મંત્રાલયના પ્રવક્તા ડી.એસ. મલિકે આના પર ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો હતો, કારણ કે બજેટની બધી બાબતો સંસદમાં ન મૂકાય ત્યાં સુધી સાર્વજનિક કરવામાં આવતી નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp