અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીનો ટ્રેડિશનલ લૂક, જુઓ કલેક્શન

PC: instagram.com

આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી મહેતાને કોઈ નથી ઓળખતું. હાલમાં જ પોતાની દેરાણી રાધિકા મર્ચન્ટના આરંગેત્રમ સેરેમેનીમાં તેને જોવામાં આવી હતી. જેમાં તે ટ્રેડિશનલ સાડીમાં ઘણી સુંદર લાગી રહી હતી. તેણે આ સેરેમનીનું હોસ્ટિંગ પણ કર્યું હતું. રીગલ પિંક સાડી અને સ્ટેટમેન્ટ જ્વેલરી શ્લોકાએ પહેરી હતી. બ્લાઉઝ પર હેવી વર્ક કરવામાં આવ્યું હતું, જેને તેણે સિલ્વર હિલ્સ સાથે કેરી કરી હતી. સાડીની બોર્ડર પર સફેદ નેટ લાગી હતી. આવું પહેલી વખત નથી જ્યારે શ્લોકા અંબાણી મહેતા પારંપારિક આઉટફીટમાં જોવા મળી હોય. આ પહેલા પણ શ્લોકા ઘણી વખત ગોર્જિયસ ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળી છે.

તેનું ટ્રેડિશનલ આઉટફીટનું કલેક્શન ઘણું શાનદાર છે. થ્રોબેક ફોટોઝ અને કલેક્શન પર એક નજર નાખીએ તો તમે સમજી જશો કે શ્લોકા અંબાણી મહેતા પાસેથી તમે કંઈ રીતે લગ્ન અથવા કોઈ ફંક્શનમાં પહેરવા માટે ટ્રેડિશનલ આઉટફીટનો આઈડિયા લઈ શકો છો. શ્લોકા અંબાણી મહેતાએ આરંગેત્રમ સેરેમનીમાં સિલ્કની સાડી પહેરી હતી. સાથે તેણે ટ્રેડિશનલ ડ્રેપની સાથે હેવી મોતીના વર્કવાળો ડિઝાઈન કરેલો બ્લાઉઝ પહેર્યો હતો. રાજસ્થાની કુંદન ઈયરીંગ્સની સાથે ગોલ્ડન શીષ પટ્ટી લગાવી હતી. તેણે મેક્પને એકદમ સિમ્પલ અને સોબર રાખ્યો હતો.

શ્લોકા અંબાણી મહેતાને લહેંગા પહેરવાનું ઘણું પસંદ હોય તેવું લાગે છે. પછી તે કોઈના લગ્ન હોય કે કોઈ નોર્મલ ફંક્શન. લહેંગા તેનું હંમેશાથી ફેશન ગેમ ઓનપોઈન્ટ રહ્યો છે. તેને ટ્રેડિશનલ લહેંગા પહેરવાનું પસંદ છે. પીળા કલરનો ઓમ્બર લહેંગાને તેણે એક વખત પહેર્યો હતો, જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી અને આ લહેંગાને સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યો હતો. 2019માં શ્લોકાએ પોતાના લગ્નમાં ઘણા સારા આઉટફીટ કેરી કર્યા હતા.

તેણે મલ્ટીકલર વાળો એક લહેંગા સેટ પહેર્યો હતો, જેને અબુજાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો હતો. લાઈટ પીંક કલરના બેઝવાળા આ લહેંગા પર કલરફૂલ એક્સેન્ટ લાગેલા હતા અને મીરર વર્ક કરવામાં આવ્યું હતું. શ્લોકા પોતાની સ્ટાઈલમાં એક્સપરીમેન્ટ કરવામાં માને છે. ફ્યુઝન આઉટફીટ પહેરવા તેને ઘણા પસંદ છે. તેને ઘણી વખત ફ્યુઝન આઉટફીટમાં જોવામાં આવી છે. આ સિવાય તેણે અરમાન જૈનના લગ્નમાં સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો મલ્ટીકલર પેનલ્ડ લહેંગો પહેર્યો હતો. જેની સાથે ગ્રીન કલરના બ્લાઉઝ અને ઓરેન્જ દુપટ્ટાની સાથે તેણે પોલકા જ્વેલરી પહેરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp