26th January selfie contest

રિક્ષા ચાલકની છોકરી બની મિસ ઈન્ડિયા 2020 રનર અપ, જાણો તેના સંઘર્ષની સ્ટોરી

PC: instagram.com

VLCC Femina મિસ ઈન્ડિયા 2020ને આ વર્ષની વિજેતા મળી ગઈ છે. માનસા વારાણસીએ આ ખિતાબ જીતી લીધો છે. જ્યારે યુપીની માન્યા સિંહ અને મનિકા શિયોકાંડ ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ બની હતી. આ ત્રણે મહિલાઓનો અહીં સુધીની સફર મુશ્કેલ તો હતી જ, પરંતુ માન્યા સિંહની સ્ટોરી કંઈક અલગ જ છે અને દરેકને પ્રેરણા પૂરી પાડે તેવી છે.

 

ભારતમાં ઘણા લોકો આર્થિક મુશ્કેલીની સામનો કરીનારા પરિવારમાંથી આવે છે અને આવા લોકોએ પોતાની મહેનતના બળે સફળતા મેળવી હોય. હવે આવા લોકોના લિસ્ટમાં માન્યાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. માન્યા સિંહ VLCC Femina મિસ ઈન્ડિયા ઉત્તર પ્રદેશ 2020 બની ગઈ છે. ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરીને માન્યા સિંહ અહીં સુધી પહોંચી છે. તેના પિતા એક રિક્ષાચાલક છે. તેણે પોતાની સ્ટ્રગલની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Manya Singh (@manyasingh993)

ઘણી વખત રાતે ખાધા વગર તેણે ઊંઘવું પણ પડ્યું છે. તેણે પોતાની સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું છે કે- હું ભોજન અને ઊંઘ વગર ઘણી રાતો વીતાવી છે. હું ઘણી વખત બપોરે મિલો સુધી ચાલી છું. મારું લોહી, પરસેવો અને આંસુ મારી આત્માનો ખોરાક બન્યા અને મેં મારા સપના પૂરી કરવા માટેની હિંમત ભેગી કરી છે. રિક્ષાચાલકની છોકરી હોવાને લીધે મને ક્યારેય સારી શાળાએ જવાની તક મળી નથી કારણ કે મારે મારી કિશોરઅવસ્થામાં જ કામ કરવાનું શરૂ કરી દેવું પડ્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Femina Miss India (@missindiaorg)

તેણે આગળ કહ્યું કે, મારી પાસે જેટલાં પણ કપડાં છે, તે બધા મેં જાતે સિવેલા છે. કિસ્મત મારા પક્ષમાં ન હતી. મારા માતાપિતાએ ઘરેણાં ગિરવી મૂક્યા જેથી તેઓ ડિગ્રી માટે પરીક્ષાની ફીના પૈસા આપી શકે. મારી માતાએ મારા માટે ઘણું સહન કર્યું છે. 14 વર્ષની ઉંમરે હું ઘરેથી ભાગી ગઈ હતી. હું કોઈ પણ રીતે દિવસના મારું ભણવાનું પતાવતી હતી, પછી વાસણો સાફ કરવા જતી હતી અને રાતે કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અને અહીં પહોંચવા માટે ઘણું ચાલીને જતી હતી જેથી રિક્ષાના પૈસા બચાવી શકું.

હું આજે આ VLCC Femina મિસ ઈન્ડિયા 2020ના સ્ટેજ પર મારા માતાપિતા અને ભાઈને કારણે જ પહોંચી છું. હું દુનિયાને કહેવા ઈચ્છું છું કે જો તમારે તમારા સપનાને પૂરા કરવા માટે મહેનત કરવા તૈયાર છો તો તે ચોક્કસથી પૂરા થાય છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp