ફેસ સ્ટીમરથી પોર્સની ગંદકી કાઢવી હોય છે વધુ સરળ, 15 મિનિટમાં જ મળશે ગ્લો

PC: advance-esthetic.com

ચહેરા પરની ગંદકી સાફ કરવા માટે સ્કીનવા પોર્સનું સાફ હોવું ઘણું જરૂરી છે. પોર્સની ગહેરાઈથી સફાઈ કરવા માટે ફેસ સ્ટીમનો ઉપયોગ સૌથી સારો માનવામાં આવે છે. ફેસ સ્ટીમરનને દરેક બ્યૂટી પાર્લરમાં એક આવશ્યક ટુલની જેમ વાપરવામાં આવે છે.

આ ટુલની મદદથી તમે તમારી સ્કીનને ચમકદાર અને હેલ્ધી ગ્લો મેળવવામાં મદદ કરે છે. તેના નિયમીત ઉપયોગથી ચહેરા પરના કાળા ધબ્બા દૂર થાય છે અને ખીલથી પણ છૂટકારો મળે છે. તેનો ઉપયોગ કરવા માટે માત્ર પાણીની જરૂર પડશે. આ ઘણું સુવિધાજનક છે અને ચહેરાને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર સુંદર બનાવે છે. જો તમે તેને ખરીદવા અંગે વિચારી રહ્યા હોવ તો ચાલો તેના લાભ અંગે એક વખત જોઈ લઈએ.

 
 
 
View this post on Instagram

A post shared by @shimybeautyshop

ફેસ સ્ટીમર તમારા પોર્સને ખોલવા અને તમારી ત્વચામાં હાજર બધા પ્રકારની ગંદકીને જડોથી કાઢવામાં મદદ કરશે. જેનો મતલબ છે કે ખીલ કરનારા બધા બેક્ટેરિયા બહાર નીકળી જશે અને બ્લેકહેડ્સ સપાટી પર આવી જશે, જેથી તેના બહાર કાઢવામાં સરળતા થશે. તે ફસાયેલા સીબમને રીલિઝ કરે છે, જેનાથી બ્રેક આઉટ પણ થઈ શકે છે.

ચહેરાને સ્ટીમ આપવાથી લોહીના ભ્રમણમાં સુધારો થવામાં મદદ મળે છે, જેનાથી તમારી ત્વચાની કોશિકાઓ સુધી ઓક્સીજન સરળતાથી પહોંચે છે અને તેનાથી સ્કીનમાં ચમક આવે છે. ફેસ સ્ટીમર કોલેજન ઉત્પાદનને વધારામાં મદદ કરે છે અને સ્કીનમાં ચમક આવે છે. નિયમિત પ્રયોગથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Beauty Daze Kenya (@beautydaze_ke)

આ ટુલ માત્ર તમારી સ્કીનકેરની જરૂરતનો ખ્યાલ રાખશે, ઠંડ અથવા મેલને પણ રાહત આપશે. તેમની કેટલીક મિનિટો સુધી નીકળનારી સ્ટીમથી શ્વાસ લેવાનો રહેશે. પહેલાના સમયમાં જે સ્ટીમર ઉપયોગમાં લેવાતો હતો, તે સાઈઝમાં ઘણા મોટા રહેતા હતા. પરંતુ હવે વેચાણ થનારા મોર્ડન-ડે ફેશિયલ સ્ટીમર પહેલાની સરખામણીએ વધારે કોમ્પેક્ટ અને સસ્તા આવે છે. તેમાં પાણીને ગરમ કરવાની ક્ષમતા પહેલા કરતા વધુ છે. તમને આોનલાઈન અલગ અલગ કંપનીના આકારમાં મળશે. ફેસ સ્ટીમરને માત્ર 15 મિનિટ અથવા તેનાથી ઓછા સમય માટે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અઠવાડિયામાં એક અથવા બે વાર પોતાના ચહેરા પર સ્ટીમકરી શકો છો.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp