વૃદ્ધત્વનો રામબાણ ઇલાજ છે આ ગુલાબી ફળ, નિખારશે તમારો ચહેરો

PC: amarujala.com

ફળ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે પરંતુ શું તમને જાણો છો કે એક ફળ એવું પણ છે જે વૃદ્ધાપણને દૂર રાખવામાં મદદ કરી શકે છે. તેને પિતાયા અને સ્ટ્રોબેરી પીયરના નામથી પણ જાણવામાં આવે છે. જોવામાં આ ઉપરથી ઘણું અજીબ હોય છે પરંતુ અંદરથી આ ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. એકવાર તમે જેથી થઇ રહેલા ફાયદા વિશે જાણશો તો ખૂદ પોતાની ડાયટમાં સામેલ જરૂર કરશો. આવો જોઇએ આ ફળ ખાવાથી બ્યૂટીને શું ફાયદો થાય છે.

ફ્રી રેડિકલ્સ ચહેરા પર કરચલી અને સ્કિન એજિંગની અન્ય સમસ્યાઓને ઉત્પન્ન કરે છે. જેથી બચાવા માટે તમારે આવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેમાં એન્ટીઓક્સીડેન્ટનું સારૂ પ્રમાણ હોય છે. તમને આ જાણીને ખુશી થશે કે ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઓક્સીડેન્ટનું સારૂ પ્રમાણ હોય છે.

એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ હોવાના કારણે આ સમયના પહેલા વૃદ્ધ થતાને અટકાવે છે. તેમાં મધ ઉમેરી ફેસમાસ્ક બનાવો અને તેનું નિયમિત રૂપથી ચહેરા પર લગાવો. આ તમારા ચહેરાની સુંદરતાને નિખારે છે.

સામાન્ય રીતે કરચલીની સમસ્યા વધતી ઉંમરના લોકોમાં દેખાય છે. કરચલી આવવી સામાન્ય છે પરંતુ જો ઉંમરના પહેલા તમારા ચહેરા પર કરચલી આવી રહી છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી. ડ્રેગન ફ્રુટ ચહેરાની સુંદરતા માટે મદદ કરશે. તો જાણો ડ્રેગન ફ્રૂટથી ફેસ પેક બનાવવાની રીત..

ડ્રેગન ફ્રૂડ ફેસ પેક

સૌથી પહેલા ડ્રેગન ફ્રૂડને સમારી લો. તેમાંથી પ્લપ નીકાળી પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં થોડું દહીં ઉમેરો. ફેસ પેક તૈયાર થયા પછી તેને પોતાના ચહેરો પર અને ગરદન પર લાગાવી 20 મિનિટ માટે છોડી દો. જે બાદ ચહેરાને ગરમ પાણીથી ફેસ વોશ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp