સુંદરતાને કાયમ રાખવા ફોલો કરો આ ઓવરનાઇટ બ્યુટી ટિપ્સ

PC: picswe.com

ઉંમર ચાહે ગમે તેટલી હોય પણ સુંદર દેખવાનું સપનું દર કોઇ જુએ છે, પરંતુ બસ થોડી ઇચ્છી પૂરી નથી થઇ શકતી. એટલા માટે તમારે થોડી મહેનત પણ કરવી પડે છે. ત્યારે સુંદરતા માટે ભલે તમે કેટલા પણ બ્યૂટી ટ્રીટમેન્ટ કેમ ન લો પરંતુ તેનો પૂરો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તમે રાતના સુતા સમયે કેટલીક બ્યૂટી રૂલ્સ ફોલો કરશો. ચાલો આજે અમે તમને કેટલીક એવી ઓવરનાઇટ બ્યૂટી હેબિટ્સ  વિશે જણાવીશું જેથી તમારી સુંદરતા બે ગણા વધી જશે.

સુતા પહેલા ફોલો કરો આ રૂલ્સ

પીઓ હળદરવાળુ દૂધ

સુતા પહેલા હળદરવાળુ દૂધ જરૂર પીઓ. જેથી શરીરના ખરાબ પદાર્થ બહાર નીકળી જાય છે અને લોહી સાફ રહેશે. સાથે જ હળદરવાળુ દૂધ પીવાથી ચહેરો સુંદર રહેશે.

મોઇશ્વરાઇજર લગાવાનું ન ભૂલો

સુતા પહેલા આખા શરીર પર મોઇશ્વરાઇજર લગાવાનું ન ભૂલો. જેથી ચહેરાની સુંદરતા કાયમ રહે છે અને સવારે ઉઠીને ચહેરો ડ્રાય નહી થાય.

આંખોની ક્રીમથી મસાજ

દિવસભરમાં સૌથી વધું કામ આંખો જ કરે છે. એવામાં તેનું ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. ડાર્ક સર્કલ્સ ન થાય એટલા માટે સુતા પહેલા આંખોને ચાર તરફ ક્રીમ મસાજ કરો.

સુતા પહેલા જરૂર કરો બ્રશ

જમ્યા બાદ ભોજનના નાની-નાની કણી દાંતમાં ફસાય જાય છે. જે કારણ કીટાણું ખરાબ અસર કરે છે, જે ધીમે-ધીમે દાંત સડવાનું કારણ બની જાય છે. એવામાં રાત્રે સુતા પહેલા બ્રશ જરૂર કરો.

મેકઅપ કરો રિમૂવ

કેટલીક યુવતીઓ સુતા પહેલા મેકઅપ સાફ નથી કરતી પરંતુ તમારી આ ટેવ ચહેરાને નુકસાન પહોચાડે છે. એવામાં રાત્રે સુતા પહેલા મેકઅપ જરૂર સાફ કરો. એટલા માટે તમે નારિયળ તેલ, એલોવેરા જેલ અથવા આર્ગેવન ઓયલનો ઉપયગો કરી શકો છો. તે સિવાય રાતના સુતા સમય પહેલા ચહેરો જરૂર ધુઓ.

હોઠને કોમળ બનાવવા માટે

હોઠને કોમળ બનાવવા માટે રાતના સુતા પહેલા લિપ બામ અથવા નારિયેળ તેલ જરૂર લગાવો. જેથી હોઠ પર નમી રહેશે અને હોઠ ફાટશે પણ નહીં. તમે ઇચ્છો તો હોઠ પર બદામનું તેલ પણ લગાવી શકો છો.

નખની કાળજી

જો તમારા નાખ વારંવાર ટૂટતા હોય અથવા પછી ગ્રોથ ન વધી રહી હોય તો તેને મજબૂત બનાવવા માટે રાતના નખ પર નારિયેળ તેલ અથવા શિયા બટર લગાવી મોઇશ્વરાઇજર કરો.

હાથને કોમળ બનાવવા માટે


હેન્ડ ક્રીમ શિયા બટરને થોડુ લઇ હાથની મસાજ પણ જરૂર કરો. જેથી હાથ કોમળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp