ખૂબ જ ગુણકારી છે આ ફળના પાન, ખરતા વાળની સમસ્યા કરશે દૂર

PC: newsnation.in

હેર ફોલ એટલે કે ખરતા વાળ એક એવી સમસ્યા છે, જેનાંથી મોટાભાગના લોકો પીડિત છે. ખરતા વાળ અટકાવવા માટે શું કરવુ એ લોકોને સમજાતુ જ નથી હોતું. તેને માટે એલોપેથી ઉપચાર અજમાવતા પહેલા કેટલાક ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર અપનાવવા જોઈએ.

એમાંથી જ એક ઉપાય છે, જમરૂખના પાનનો ઉપયોગ. જમરૂખના પાનમાં ઘણા ચમત્કારિક ગણો છૂપાયા છે, જેને કારણે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકાય છે.

લગાવવાની રીત

જમરૂખના પાન લો. તેને ધોઈ લો. હવે તેને પાણીમાં 20 મિનિટ સુધી ઉકાળો. ઉકાળેલા પાણીને ઠંડુ કરી લો અને તેને એક બોટલમાં ભરી દો. આ સોલ્યુશન બાળને હેલ્ધી બનાવે છે. હવે આ સોલ્યુશનને વાળના મૂળ પર લગાવો. થોડાં કલાક સુધી રહેવા દો. હવે સાબુ અથવા નેચરલ શેમ્પુથી વાળ ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં એકવાર આ સોલ્યુશનને વાળના મૂળમાં લગાવો. થોડાં દિવસોમાં જ અસર દેખાવા માંડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp